બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / VIDEO: 'Padi Dejo Bhai I have been in politics since 1995': Mansukh Vasava slaps Forest Watchmen in public

સાંસદનો પિત્તો ફાટ્યો / VIDEO: 'પાડી દેજો ભાઈ હું રાજનીતિમાં 1995થી છું': મનસુખ વસાવાએ ફોરેસ્ટના વોચમેનોને જાહેરમાં ઝાટક્યા

Published By: Mehul

Last Updated: 04:46 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગના વોચમેનને જાહેરમાં ઝાટકી નાખતા કહી દીધું કે હું માત્ર વોટ મેળવવા નહીં સમાજ જીવનમાં કામો કરવા માટે છું

  • ફરી ગિન્નાયા સાંસદ મનસુખ વસાવા 
  • ફોરેસ્ટ વિભાગના વોચમેનોને પરખાવ્યું 
  • પ્રજાની સુખાકારી માટે લડુ છું- વસાવા  

ગુજરાતમાં એવા કેટલાક જ ગણ્યા -ગાંઠ્યા સાંસદ છે જે એક ઘા ને બે કટકાની નીતિ રાખે છે. જનતા માટે કામ કરવા અને લોક કલ્યાણની ભાવના હદય રાખી કોઈ પણ વિરોધીઓને રોકડું પરખાવી દેનારા સાંસદ એટલે મનસુખ વસાવા. વસાવાજન પ્રતિનિધિ  હોવાના નાતે પોતાના પક્ષના ધારાસભ્ય કે સાંસદ સુદ્દ્ધાને જાહેરમાં જનહિત ની વાત કહેતા અચકાતા નથી. પછી કોઈ અધિકારી પણ કેમ ના હોય ? હવે આજ ઉપક્રમમાં સાંસદ વસાવાએ ફોરેસ્ટના વોચમેનોને જાહેરમાં આડેહાથે લીધા હતા. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગના વોચમેનને જાહેરમાં ઝાટકી નાખતા કહી દીધું કે હું માત્ર વોટ મેળવવા નહીં સમાજ જીવનમાં કામો કરવા માટે છું. કેટલાક વોચમેન કહે છે કે, આગામી ચૂંટણીમાં મનસુખભાઇને પાડી દઈશું, તેમને એટલું જ કહેવાનું છે કે,  હું રાજનીતિમાં 1995થી છું, તમે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી માટે લડુ છું. અને 1995થી  જીતતો આવ્યો છું. રાજ્ય સરકારમાં અને ભારત સરકારમાં પણ મંત્રી રહ્યો છું.  મે ક્યારેય મંત્રી બનવાની ખેવના રાખી જ નથી. હું સંસદસભ્ય તરીકે માનવજાતિના કલ્યાણ માટે કાર્ય કરું છું. મને પાડવા વાળા જતાં રહ્યા છે. 

થોડા સમય પહેલા જ સાંસદ વસાવાએ રેતી માફિયાઓ વિરુદ્માંધ ઝૂંબેશ ઉઠાવી હતી. રાજ્યમાં  થઇ રહેલી રેતી ચોરી મામલે સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વીટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં મનસુખ વસાવાએ રેતી માફિયા તરફથી ધમકી મળતી હોવાનો દાવો કર્યો હતો.  મહત્વનુ છે કે નારેશ્વરમાં માર્ગ અકસ્માતમાં 3નો મોત થતા સાંસદ મનસુખ વસાવાએ મામલતદારનો ઉધડો લીધો હતો.ઓવરલોડ ટ્રક રેતી ચોરીમાં મામલતદારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.  જે બાદ મહેસૂલ કર્મચારીઓ સંસદના ગેરવર્તન સામે વિરોધે ચઢ્યા છે.

આવા રેતી માફિયાઓ સામે હું ઝુકીશ નહીં-વસાવા

વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ કે રેતી માફિયાઓ મારા પર દબાણ કરી રહ્યા છે. મહેસૂલના કર્મચારીઓના આંદોલન પાછળ પણ રેતી માફિયાઓનો હાથ છે. તેમજ ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત એમ પણ જણાવ્યુ કે આંદોલન ચલાવવા માટે 1 કરોડ રુપિયાનું ફંડ ભેગુ કર્યું. પરંતુ આવા રેતી માફિયાઓ સામે હું ઝૂકીશ નહી.

મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

મામલતદારના આક્ષેપો બાદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને મામલતદારના આંદોલન પર સવાલો કર્યા હતા.  રેતી માફિયાના ઇશારે મામલતદાર આંદોલન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મનસુખ વસાવાએ પોતાના પર માફી માગવા  દબાણ કરાતું  હોવાનો આરોપ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતુ હોવાની પણ રજૂઆત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

forest પાડી દેજો ભરૂચ રાજનીતિ વોટ સમાજ સાંસદ વસવા Bharuch

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ