બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Video of Haris Rauf and Babar Azam viral in social media,

PSL 2023 / 'વિરાટ કોહલીની વિકેટ લેવાની હજુ બાકી છે' હારિસ રાઉફ અને બાબર આઝમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Kishor

Last Updated: 12:27 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પ્લેયરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં પાકિસ્તાનની ટીમના હારિસ રાઉફ અને બાબર આઝમ વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વીડિયોમાં લાહોર કલંદરના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે

  • .પાકિસ્તાનના પ્લેયરનો એક વીડિયો ખૂબ વાયરલ 
  • હારિસ રાઉફ અને બાબર આઝમનો વીડિયો વાયરલ 

પાકિસ્તાનમાં સુપર લીગ ચાલી રહી છે. જેમાં લાહોર કલંદર અને પેશાવર જાલિમી વચ્ચે રવિવારે મુકાબલો થયો હતો. આ દરમિયાન બાબર આઝમ અને હારિસ રાઉફનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં હારિસ રાઉફ કહી રહ્યો છે કે વિરાટ કોહલીની વિકેટ લેવાની હજૂ બાકી છે. અને તારી પણ. મહત્વનું એ છે કે હારિસ રાઉફ પંજાબી ભાષમાં વાત કરી રહ્યો છે.

વીડિયોમાં શુ થઈ રહી છે વાત?
પાકિસ્તાનની સુપર લીગ મેચ ચાલી રહી છે. જેમાં રવિવારના એક મેચ હતી આ મેચ સમયનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. જેમાં હારિસ રાઉફ અને બાબર આઝમ વાતચીત કરી રહ્યા છે. આ વીડિયોની વાત કરીએ તો હારિસ રાઉફ કહી રહ્યો છે કે હજૂ વિરાટ કોહલીની વિકેટ લેવાની બાકી છે અને તમને પણ આઉટ કરવાના બાકી છે. તેઓ આગળ કહિ રહ્યા છે કે, કૈન વિલિયમ્સનને તો મે બેથી ત્રણ વાર મીસ કર્યો છે. મહત્વની વાત તો એ છે કે હારિસ રાઉફ પંજાબી ભાષામાં વાત કરી રહ્યો છે. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ બાબર આઝમ હારિસ રાઉફને કહે છે કે પ્રેક્ટિસ સેશનમાં વિકેટ લીધી તે ફણ ગણવી જોઈએ. જેના જવાબમાં હારિસ રાઉફ કહે છે કે ના મેચમાં લીધેલી વિકેટ જ ગણવી જોઈએ. ત્યાર બાદ બાબર આઝમ કહે છે અલ્હા ખેર કરે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હાલ તો સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વનું છે કે, વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપમાં બે બોલમાં બે સિક્સ મારીને મેચને ભારત તરફી કરી દિધો હતો. તે મેચને વિરાટ કોહલીની શાનદાર પારીએ રસાકસી ભર્યો કરી દિધો હતો અને પાકિસ્તાનની સામે ભારતની જીત થઈ હતી. એટલુ જ નહીં હારિસ રાઉફની બોલીંગમાં વિરાટ કોહલીએ મારેલી સિક્સના સમાચારની હેડલાઈન બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ