બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 6 December 2024
દુનિયામાં દરરોજ અનેક ચોંકાવનારી ઘટના બને છે. જેમાંથી કેટલીક ઘટના લોકોને અચંબામાં મૂકી દેતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સ્વિસ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એક કપલનો અંગત પળો માણતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ક્રૂ મેમ્બર્સને એરલાઈન્સની તપાસ અને લોકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પર દંપતીની અંગત પળોને તેમની પરવાનગી વગર કેમેરામાં કેદ કરવાનો અને બાદમાં તેમની પરવાનગી વગર તેને ઓનલાઈન લીક કરવાનો આરોપ છે. ટ્રાવેલ બ્લોગ વન માઈલ અનુસાર આ સમગ્ર ઘટના સ્વિસ એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી.
ADVERTISEMENT
આ ફ્લાઇટ LX181 બેંગકોકથી ઝ્યુરિચ તેની 12 કલાકની મુસાફરી પર હતી. આ જ ટ્રીપ દરમિયાન કપલ અંગત પળો માણતું કેમેરામાં કેદ થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, કપલ પોતાની ફર્સ્ટ ક્લાસની સીટો પરથી ઉઠીને શાંતિથી ફોરવર્ડ ગેલીમાં ગયા અને ત્યાં શરમજનક હરકતો કરી. આ સમગ્ર ઘટના કોકપીટના દરવાજા પાસે બની હતી. તેથી, કોકપીટના દરવાજાની અંદર મુકવામાં આવેલા લાઇવ કેમેરાની મદદથી પાઇલટ અને ક્રૂ મેમ્બરો પણ તેને જોઈ શકતા હતા.
ADVERTISEMENT
આ કેમેરા કોકપીટના દરવાજા પર લગાવવામાં આવ્યો છે જેથી પાઈલટ જાણી શકે કે ક્યારે ગેટ ખોલવો સલામત છે અને ક્યારે નહીં. આ એક પ્રકારનો સુરક્ષા કેમેરા છે. જો કે, આ કેમેરા દ્વારા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ થઈ શકશે નહીં. આના દ્વારા માત્ર લાઈવ ફીડ જોઈ શકાશે. પરંતુ આ ઘટના દરમિયાન કોકપીટમાં બેઠેલા લોકોએ તેને માત્ર જોયું જ નહીં પરંતુ અન્ય કોઈ મોબાઈલ કે અન્ય કોઈ ઈલેક્ટોરનિક ડિવાઈસ દ્વારા રેકોર્ડ પણ કર્યું હતું. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ પાઈલટ હતો કે ક્રૂનો કોઈ અન્ય સભ્ય. રેકોર્ડિંગ બાદ આ સમગ્ર ફૂટેજ સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યું હતું.
વધુ વાંચો : કાતિલ દીકરી! મોઢા પર 79 વખત ચાકુ ઘોપી માને મારી નાખી, નફરતમાં લોહીથી લથપથ કર્યું બાથરૂમ
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, એરલાઇનના પ્રવક્તા ફુહલરોટે જણાવ્યું હતું કે લોકોની સંમતિ વિના કોઈનો આવો વીડિયો ઉતારવો અથવા આ રેકોર્ડિંગ્સને સોશિયલ મીડિયા અથવા અન્ય જગ્યાએ શેર કરવી અમારી ગાઈડલાઈનની વિરુદ્ધ છે. આ અમારા નિયમોનું ઉલ્લંઘન છે. આ વીડિયો લીક થયા બાદ અને પછી વાયરલ થયા બાદ એરોપ્લેનમાં પ્રાઈવસીની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, સ્વિસ એરલાઈન્સે ઘટનાની તપાસનું આશ્વાસન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.