બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કાતિલ દીકરી! મોઢા પર 79 વખત ચાકુ ઘોપી માને મારી નાખી, નફરતમાં લોહીથી લથપથ કર્યું બાથરૂમ
Last Updated: 07:52 PM, 5 December 2024
28 ઓગસ્ટ 2013 એ 18 વર્ષની ઇસાબેલા ગુજમેને તેની માની હત્યા કરી નાખી. જણાવી દઈએ કે આ ઘટનાના 1 દિવસ બાદ ઇસાબેલાને અરેસ્ટ કરી લીધી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ન થઈ, કારણે કે તે સિઝોફ્રેનિયાથી પીડિત હતી. આ કારણે તેને કોલોરાડોના મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવી, જ્યાં સુધી તે પોતાના માટે કે અન્ય લોકો માટે જોખમી ન બને ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાની હતી.
ADVERTISEMENT
સાત વર્ષ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગુજમેને દાવો કર્યો કે તેનો સિઝોફ્રેનિયા કંટ્રોલમાં છે અને તને છોડવામાં અરજી કરી. આ દરમિયાન 2013ની અદાલતની સુનાવણીની ફૂટેજ ફરી સામે આવી અને TikTok પર ફરવા લાગી. આ વિડીયો અચાનક વાયરલ થવા લાગ્યો અને આનો ફેન બેસ તૈયાર થઈ ગયો. પરંતુ શું આ છોકરીનો ગુનો માફ કરવો જોઈએ કારણ કે આ સુંદર છે. તો ચાલો ઇસાબેલા ગુલમેનની ભયાનક કહાની વિશે જાણીએ.
ADVERTISEMENT
પોતાની માતાને નફરત કરતી હતી ઇસાબેલાા
ઇસાબેલાાને નાની ઉંમરમાં જ વ્યવહાર સંબંધી સમસ્યા થવા લાગી. આ ચિંતાનું કારણ તેની માએ તેને સાત વર્ષની ઉંમરમાં જ પોતાના બાયોલોજિકલ પિતા રોબર્ટ ગુઝમેન પાસે રહેવા મોકલી હતી. પરંતુ તે પાછી આવીને તેની મા અને સાવકા પિતા સાથે રહેવા લાગી. ઇસાબેલાાએ થોડા સમય બાદ હાઈ સ્કૂલ છોડી દીધી.
ઓગસ્ટ 2013માં ગુલમેન અને તેની મા યુન મી હોય વચ્ચે ઝડપથી સંબંધ બગાડવા લાગ્યા. તેના સાવકા પિતા રયાન હોયે કહ્યું કે ગુજમેન તેની માને ધમકાવતી અને અપમાન કરતી હતી. મંગળવાર, 27 ઓગસ્ટે બંને વચ્ચે ભયંકર ઝઘડો થયો અને ગુજમેન તેની માતાના મોઢા પર થુકીને પોતાના રૂમમાં જતી રહી. મીડિયા રિપોર્ટ અનુસાર બીજા દિવસે સવારે તેની કિકરી પાસેથી એક ઈમેલ મળ્યો જેમાં માત્ર એટલું લખ્યું હતું કે તમારે આની કિંમત ચૂકવવી પડશે.
આ મેલથી ડરીને હોયે પોલીસને ફોન કર્યો જેથી તે ઇસાબેલાાને સમજાવી શકે. તે બપોરે ઘરે આવ્યા અને ગુજમેન સાથે વાત કરી, તેને કહ્યું કે જો તે તેનું સન્માન કરવું અને નિયમોનું પાલન કરવાનું શરૂ નહીં કરી તો તેની મા તેના પર કાનૂની કાર્યવાહી હેઠળ ઘરેથી કાઢી શકે છે.
આ સિવાય હોયે ગુજમેનને રોબર્ટ ગુજમેનને બોલાવ્યો અને તેની સાથે વાત કરવા કહ્યું. રોબર્ટ ગુજમેન તે સાંજે ઘરે પહોંચ્યા અને તેમણે વાત કરી. રોબર્ટે કહી કે આનો કોઈ ફાયદો થયો નહીં, પરંતુ થોડા સમય બાદ દુઃખદ સમાચાર મળ્યા.
79 વાર ચપ્પા વડે હુમલો
28 ઓગસ્ટે 2013 ની રાત્રે યુન મી હોય લગભગ 9:30 વાગ્યે કામથી ઘરે આવી. તેને પોતાના પતિને કહ્યું કે તે નહાવા માટે ઉપર જાય છે, પરંતુ તેને જલ્દી એક ધમાકાનો અવાજ સાંભળ્યો અને તે બાદ લોહી જામી જાય તેવી ચિખો સંભળાઈ.
રયાન હોયે સમય રહેતા ઉપર જઈને જોયું તો ઇસાબેલા ગુજમેન બાથરૂમનો દરવાજો બંધ કરી રહી છે . તેને અંદર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગુજમેને દરવાજો બંધ કર્યો અને રયાન બીજી બાજુ ધક્કો આપતો હતો . પરંતુ જ્યારે તેને દરવાજા નીચેથી લોહી નીકળતા જોઈ તો 911 પર ફોન કરવા નીચે ભાગ્યો.
તેને આખી ઘટના પોલીસને જણાવી. જ્યારે રયાન હોય પાછો આવ્યો ત્યારે તેની પત્નીને 'યહોવા' કહેતા સાંભળ્યું અને પછી ગુજમેનને દરવાજો ખોલી અને લોહી ભરેલું ચપ્પુ લઈને બહાર આવતા જોઈ. તેને કહ્યું, 'તેને ગુજમેનને ક્યારેય કંઇ પણ કહેતા નથી સાંભળી અને બાથરૂમથી બહાર નીકળતા સમયે તેને કોઈ વાત નહોતી કરી. જેરે તે તેની પાસેથી પસાર થઈ તો તે સીધી જ આગળ જોઈ રહી હતી.
તે બાથરૂમમાં ભાગ્યો અને જોયું કે યુન મી હોય નીચે પડી હતી અને તેની બાજુમાં બેઝબોલ બેટ પણ હતું. તેને યુન મીને ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પહેલા જ મરી ગઈ હતી. તપાસકર્તાઓને પાછળથી જાણવા મળ્યું કે તેનું ગળું કાપ્યું હતું અને તેને માથા, ગરદન અને ધડમાં ઓછામાં ઓછા 79 વખત ચપ્પાના ઘા માર્યા હતા.
વધુ વાંચો: ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ પુષ્પા 2ના રિવ્યૂ આવી ગયા! કંઇક આવી હશે સ્ટારકાસ્ટની એક્ટિંગ
જ્યાં સુધી પોલીસ પહોંચી, ત્યાં સુધી ઇસાબેલા પહેલાથી ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. તેમણે તરત શોધ શરૂ કરી. બીજા દિવસે બપોરે અધિકારીઓએ તેને નજીકના પાર્કિંગ ગેરેજમાં શોધી કાઢી, તેના ગુલાબી ટોપ અને પીરોજ શોર્ટ્સ હજુ પણ તેની માતાના લોહીથી રંગાયેલા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.