બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ પુષ્પા 2ના રિવ્યૂ આવી ગયા! કંઇક આવી હશે સ્ટારકાસ્ટની એક્ટિંગ
Last Updated: 11:44 AM, 4 December 2024
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 આ વર્ષની મોસ્ટ અવેટેડ ભારતીય ફિલ્મ હોવાનું કહેવાય છે. પુષ્પા ફિલ્મની આ સિક્વલને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મ વિશે ઘણા મહિનાઓથી હાઇપ બની રહી છે. અલ્લુ અર્જુલની ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર તો ક્યારનું આવી ચુક્યું છે, જેમાં જબરદસ્ત ડાયલોગ્સ અને વિસ્ફોટક એક્શન સીન પણ જોવા મળે છે. આ ફિલ્મની રીલીઝને ગણતરીના કલાકો જ બાકી છે, ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહી છે. ફિલ્મ પુષ્પા 2 વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા ભાગની જેમ જ ફિલ્મનો બીજો ભાગ પણ ખૂબ જ જબરદસ્ત છે. આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ લોકોને પહેલા દિવસની ટિકિટ પણ મળી રહી નથી.
ADVERTISEMENT
એમ તો આ ફિલ્મ એક અઠવાડિયા પછી 3D વર્ઝનમાં પણ રીલીઝ થશે, પણ લોકો તેમના ફેવરિટ સ્ટારને 2Dમાં જ જોવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરથી લઈને ફિલ્મના ગીતોએ ભારે ધૂમ મચાવી છે. અલ્લુ અર્જુન અને સુકુમારની જોડીમાં બનેલી ચોથી ફિલ્મ 'પુષ્પા: ધ રૂલ' થોડા જ કલાકોમાં સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુન અને સુકુમાર બંને ફિલ્મના આઉટપુટથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા ચાહકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ફિલ્મ તેની હાઈપ પર ખરી ઉતરી શકશે? શું 'પુષ્પા: ધ રૂલ' વર્ષ 2021માં રીલીઝ થયેલી 'પુષ્પા: ધ રાઇઝ'ને ટક્કર આપી શકશે? તો ચાલો વાંચી લો રિવ્યૂ.
ADVERTISEMENT
કેવી છે પુષ્પા 2?
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા: ધ રૂલ' એ માસ ઓડિયન્સ માટે ફૂલ પેકેજ છે. મેકર્સે ફિલ્મના બજેટને લઈને કોઈ સમજૂતી કરી નથી. ઇન્ટ્રોડક્શન સીન, ઇન્ટરવલ સીન અને ક્લાઈમેક્સ સીનમાં રૂંવાડા ઉભા થઈ જશે. સુકુમારે આકર્ષક સ્ટોરી સાથે પોતાનો જાદુ ચલાવ્યો છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનનો સ્ટેમિના ખૂબ સારી રીતે બતાવવામાં આવ્યો છે. શ્રીલીલાનું સ્પેશિયલ ગીત અને રશ્મિકાના પરફોર્મન્સ ફિલ્મની હાઈલાઈટ હશે.
ચાહકોનું માનવું છે કે 'પુષ્પા: ધ રૂલ' 1000 કરોડની ફિલ્મ બનશે. નિર્માતાઓ અનુસાર, ફિલ્મ લાંબી હોવા છતાં, ચાહકોને કંટાળો નહીં આવે. 'પુષ્પા: ધ રૂલ'માં દેવી શ્રી પ્રસાદ અને શ્યામ સી.એસ.નું સંગીત ટોપ લેવલનું છે. ફિલ્મનો 'જાત્રા' સીન પૈસા-વસૂલ સીન છે અને રીપીટ ઓડિયન્સ આ સીન માટે ચોક્કસ આવશે.
આ પણ વાંચો: એડવાન્સ બુકિંગમાં પુષ્પા 2નો દબદબો, રિલીઝના પહેલા જ દિવસે કરી નાખી છપ્પરફાડ કમાણી, આંકડો ચોંકાવનારો
અલ્લુ અર્જુન સાઉથના એક મોટા સ્ટાર છે, જો કે હિન્દી બેલ્ટમાં પણ તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ફિલ્મમાં પોતાના કેરેક્ટરથી બધાને પ્રભાવિત કરી રહ્યા છે. તેમનો લુક એકદમ ડેશિંગ છે, એક્શન ટોપ ક્લાસ છે અને કોમિક ટાઇમિંગ શાનદાર છે. રશ્મિકા મંદાનાની એક્ટિંગ પણ ખૂબ જ સારી છે. પરંતુ પુષ્પા 2માં ફહાદ ફાસિલે આખી લાઈમલાઈટ ચોરી લીધી છે. ક્લાઈમેક્સ જબરદસ્ત છે. આ એક અલગ પ્રકારની મસાલા ફિલ્મ છે જે ભારતીય સિનેમામાં ક્યારેય આવી નથી! એટલે કુલ મળીને ફિલ્મ પૈસા વસૂલ છે અને સુકુમારનું નિર્દેશન, એક્શન અને અલ્લુ અર્જુનની ફિલ્મ કમાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.