બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એડવાન્સ બુકિંગમાં પુષ્પા 2નો દબદબો, રિલીઝના પહેલા જ દિવસે કરી નાખી છપ્પરફાડ કમાણી, આંકડો ચોંકાવનારો

મનોરંજન / એડવાન્સ બુકિંગમાં પુષ્પા 2નો દબદબો, રિલીઝના પહેલા જ દિવસે કરી નાખી છપ્પરફાડ કમાણી, આંકડો ચોંકાવનારો

Last Updated: 10:30 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa Release Date : પુષ્પા 2 માટે એડવાન્સ ટિકિટનું વેચાણ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું અને ફિલ્મ હવે દરેક મોટા રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે

Pushpa Release Date : અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ આ શુક્રવારથી બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે. અલ્લુ અર્જુનના ચાહકો અને સિને પ્રેમીઓમાં પુષ્પા 2 નો ક્રેઝ ક્લાઉડ નાઈન પર છે. પુષ્પા 2 માટે એડવાન્સ ટિકિટનું વેચાણ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું અને ફિલ્મ હવે દરેક મોટા રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા સ્પષ્ટપણે અલ્લુ અર્જુનની સ્ટાર પાવર દર્શાવે છે. પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગ શરૂ થયાના 3 દિવસમાં જ જોરદાર કલેક્શન મેળવ્યું છે.

પુષ્પા 2 એડવાન્સ બુકિંગમાં તેજી

ફિલ્મે તેના શરૂઆતના દિવસે ભારતમાં 2 મિલિયનથી વધુ ટિકિટ વેચી છે. આટલું જ નહીં આ એડવાન્સ ટિકિટ સેલનું નેટ કલેક્શન ફિલ્મની રિલીઝ પહેલા જ 77.2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યારે તેની રિલીઝને હજુ એક આખો દિવસ બાકી છે. પુષ્પા 2 ભારતમાં 28,447 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે જેમાં હિન્દી વર્ઝનનો મોટો ફાળો છે. આ 2 મિલિયન ટિકિટો વેચાઈ છે લગભગ અડધા મૂળ તેલુગુ સંસ્કરણની છે. ભારતમાં એડવાન્સ ટિકિટના વેચાણમાંથી નેટ કલેક્શન હાલમાં રૂ. 62.22 કરોડ છે. પુષ્પા 2: ધ રૂલ 5 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.

6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પુષ્પા 2

પુષ્પા 2: ધ રૂલ અગાઉ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ એક દિવસ માટે મોકૂફ રાખી છે અને હવે તે ગુરુવાર, 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે કારણ કે તેની સાથે અન્ય કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. આ ફિલ્મ આ સપ્તાહના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અગાઉ વિકી કૌશલ અભિનીત 'છાવા' 5 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ તેના નિર્માતાઓએ બોક્સ ઓફિસની અથડામણને ટાળવા માટે ફિલ્મને ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.

વધુ વાંચો : અનુષ્કા સેનની કાતિલ અદાએ ઠંડીમાં વધાર્યું ફેન્સનું તાપમાન, જુઓ હોટ તસવીરો

આ કલાકારો અલ્લુ અર્જુન-રશ્મિકા સાથે જોવા મળશે

સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને માયથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત પુષ્પા 2: ધ રૂલમાં મુખ્ય ભૂમિકામાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના છે. આ સિવાય ફહાદ ફાસિલ અને પ્રકાશ રાજ જેવા કલાકારો પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pushpa pushpa release date Allu Arjun pushpa release date,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ