બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Never seen Virat Kohli so sad, fans get emotional after seeing unseen scenes from World Final

ક્રિકેટ / VIDEO: વિરાટ કોહલીને આટલો દુખી ક્યારેય નહીં જોયો હોય, વર્લ્ડફાઇનલના અનસીન દ્રશ્યો જોઈ ભાવુક થયા ફેન્સ

Megha

Last Updated: 05:59 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ ફાઈનલ સાથે જોડાયેલ વિરાટ કોહલીનો વધુ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે ફરી કરોડો ભારતીય ચાહકોની આંખોમાં આંસુ લાવવા માટે પૂરતો છે.

  • ઈન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકો આ દિવસને યાદ રાખવા નથી માંગતા. 
  • વર્લ્ડ કપમાં હાર બાદ ખેલાડીઓ સાથે કરોડો ચાહકોના દિલ તૂટ્યા હતા. 
  • વર્લ્ડ કપ ફાઈનલનો વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. 

19 નવેમ્બર 2023 આ દિવસ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકો યાદ રાખવા નથી માંગતા. જ્યારે જ્યારે વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને હાર મળી છે ત્યારે ત્યારે ખેલાડીઓ સાથે કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે. આ વનડે વર્લ્ડ કપ હાર્યા બાદ જે ખેલાડીઓની તસવીરો સામે આવી હતી તેણે ચાહકોને વધુ ભાવુક બનાવી દીધા હતા. 

આ દરમિયાન વર્લ્ડ કપ ફાઈનલ સાથે જોડાયેલ વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ફરી કરોડો ભારતીય ચાહકોની આંખોમાં આંસુ લાવવા માટે પૂરતો છે. આ વાયરલ વીડિયોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીતની ઉજવણી કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નિરાશ ઊભો જોવા મળી રહ્યો છે. 

વાંચવા જેવુ: આ રીતે તો શુભમન ગિલ ટીમમાંથી ડ્રોપ થઇ જશે, SA સામેની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોના નિશાન પર!

એ જ સમયે વિરાટ કોહલી તેની પાસેથી પસાર થાય છે. તે થોડુ ચાલે છે અને સ્ટમ્પની નજીક પહોંચે છે અને તેની ટોપી વડે સ્ટમ્પની બેલ્સ નીચે પછાડે છે. આ દરમિયાન કોહલીના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ કોહલીની પાસે ઉભા છે. દરેકના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પહેલા વિરાટ કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જ્યારે વિરાટ કોહલી ફાઈનલ મેચ બાદ પોતાનો ચહેરો કેપથી ઢાંકતો જોવા મળ્યો હતો. 

કોહલીની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટ દરમિયાન તે ટોપ સ્કોરર હતો. તેણે 11 મેચમાં 95.62ની એવરેજથી કુલ 765 રન બનાવ્યા. વર્લ્ડ કપમાં કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો અને વનડેમાં તેની 50મી સદી ફટકારી હતી. ફાઈનલ મેચમાં પણ કોહલીએ સારી બેટિંગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ