બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / so Shubman Gill will be dropped from the team, after the defeat against SA, on the target of veteran cricketers!

સ્પોર્ટ્સ / આ રીતે તો શુભમન ગિલ ટીમમાંથી ડ્રોપ થઇ જશે, SA સામેની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોના નિશાન પર!

Megha

Last Updated: 01:27 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીલે ટેસ્ટ ક્રિકેટમાં 35 ઇનિંગ્સ પછી 994 રન બનાવ્યા છે, જે ઇરફાન પઠાણના ટેસ્ટ આંકડા કરતાં વધુ છે. જો ગિલને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં રહેવું હોય તો સારું પ્રદર્શન કરવું પડશે.

  • શુભમન ગિલે વન-ડે અને ટી-20 ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા
  • એક રીતે જોવામાં આવે તો ગિલનું કામ સૂર્યકુમાર યાદવ જેવું છે. 
  • જો ગિલને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં રહેવું હોય તો સારું પ્રદર્શન કરવું પડશે.

શુભમન ગિલ એવો ક્રિકેટર છે જે વિરાટ કોહલી અને રોહિત શર્માના વારસાને આગળ વધારી શકે છે. વર્ષ 2023માં તેનું પ્રદર્શન જબરદસ્ત હતું. તેણે માત્ર વન-ડેમાં જ નહીં પરંતુ ટી-20 ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. જો કે ટેસ્ટમાં તેના આંકડા ખાસ રહ્યા નથી. એટલે જો એક રીતે જોવામાં આવે તો ગિલનું કામ સૂર્યકુમાર યાદવ જેવું છે. સૂર્યા T-20માં શાનદાર પ્રદર્શન બતાવે છે તો ODIમાં કોઈ કરણોસર રન બનાવી શકતો નથી. આ જ કારણ છે કે તે વનડે ટીમમાં અંદર-બહાર થતો રહે છે. 

શુભમન ગિલે રન ઓછા માર્યા પણ વર્લ્ડ રેકૉર્ડ બનાવી ગયો, ક્રિકેટના ઈતિહાસમાં  ભલભલા ખેલાડીઑ આવો કમાલ કરી શક્યા નથી/ india vs new zealand shubman gill  record fastest ...

ગીલે ટેસ્ટ ક્રિકેટમાં 35 ઇનિંગ્સ પછી ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કરતાં માત્ર થોડા વધુ રન બનાવ્યા છે, જ્યારે તેના ખાતામાં રવિચંદ્રન અશ્વિન કરતાં ઓછા રન છે. જ્યારે ટેની ટક્કર ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા મજબૂત બેટ્સમેનો સાથે છે, તો આ આંકડો રેડ બોલ ક્રિકેટમાં તેમના ભવિષ્ય માટે બિલકુલ સારો નથી. જો તેને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં રહેવું હોય તો તેણે બેટથી વધુ સારું પ્રદર્શન કરવું પડશે. ગિલે સાબિત કરવું પડશે કે તે માત્ર અનુભવી બેટ્સમેનો જ નહીં પરંતુ વર્તમાન યુગના બેટ્સમેનો પણ શ્રેષ્ઠ છે.

વાંચવા જેવુ: VIDEO: IPL 2024માં ધોનીની ટીમ તરફથી રમનાર રચિન રવિન્દ્રને ન્યૂઝીલેન્ડમાં મળ્યો CSKનો ફેન, ગાડીમાંથી ઉતરીને આપ્યો ઓટોગ્રાફ

જ્યારે એક તરફ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા ડોમેસ્ટિક ક્રિકેટમાં ટીમમાં પુનરાગમન કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ સરફરાઝ ખાન, હનુમા વિહારી, પ્રિયંક પંચાલ જેવા ખેલાડીઓ પણ લાઇનમાં છે. તેનો રેકોર્ડ પણ સારા છે. તે એવો ખેલાડી છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને કોઈપણ સમયે ટેસ્ટ ટીમમાં કે પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. 

પાકિસ્તાન સામેની મેચ પહેલા ફિટ થઈ જશે શુભમન ગિલ? કોચે બીમારી અંગે અપડેટ  આપતા કહ્યું, હાલ તે હોટલમાં છે | World Cup 2023 batting coach vikram  rathore gave update on ...

આંકડા વિશે વાત કરીએ તો શુભમન ગિલે 35 ઇનિંગ્સ પછી 994 રન બનાવ્યા છે, જે ઇરફાન પઠાણના ટેસ્ટ આંકડા કરતાં વધુ છે. રસપ્રદ વાત એ છે કે, ગિલ ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડવામાં સફળ રહ્યો, જેઓ મુખ્યત્વે બોલ સાથેની તેમની કુશળતા માટે જાણીતા છે, તેણે એટલી જ ઇનિંગ્સ પછી 1006 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

ટેસ્ટ ક્રિકેટમાં 35 ઇનિંગ્સ પછી ભારતીય ખેલાડીઓના રન
રવિચંદ્રન અશ્વિનઃ 1035 રન
શુભમન ગિલ: 994 રન
ઈરફાન પઠાણ: 986 રન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ