ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:02 PM, 8 October 2025
ADVERTISEMENT
ભારતમાં રહેનારા દરેક વ્યક્તિમાં જુગાડ કરવાની ટેક્નીક જોવા મળે છે. લોકોનુ કામ જે સરળ અને સારી રીતે નથી થતુ, તે લોકો જુગાડથી કરી લે છે, અને જુગાડ એ એવી વસ્તુ છે જે લોકો ફ્રિમાં પણ કરી લે છે. જો તમે સોશિયલ મીડિયામાં છો તો અવનવા જુગાડનો વીડિયો જોઈને થાકી ગયા હશો કારણ કે રોજ જુગાડના અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. અત્યારે જે જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અનોખો છે. આવો ત્યારે તમને આ વીડિયો વિશે જણાવીએ.
ADVERTISEMENT
આવો જુગાડ તમે ક્યારે નહીં જોયો હોય ?
તમે સોશિયલ મીડિયા પર ઘણા જુગાડના વીડિયો જોયા હશે પણ આવો જુગાડનો વીડિયો ક્યારે નહીં જોયો હોય. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક જગ્યા પર ઘર બની રહ્યું છે. અને ત્યારે બોરીઓને ઉપર પહોંચાડવા માટે મજુરોએ ગજબનું મગજ દોડાવ્યું છે. જ્યાં પહોંચાડવાનું છે ત્યાં એક દંડો લગાડવામાં આવ્યો છે. તેમાં એક રસ્સી લાગેલી છે. હવે આ રસ્સી સાથે બોરીને બાંધવામાં આવે છે. બીજા છેડે એક વ્યક્તિ દોરીને પકડીને બાઈક પર બેસી જાય છે. હવે બાઈકને એક બીજો વ્યક્તિ આગળ લઈને જાય છે. આ રીતે તે સામાનને ઉપર પહોંચાડે છે.
ADVERTISEMENT
https://twitter.com/HamadMomin932/status/1975571884013228506
તમે જે હાલ વીડિયો જોયો તે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો 1 લાખથી વધારે લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે એક યુઝર્સે કોમેન્ટ કરી ભારતીય જુગાડમાં વધારે આગળ છે,અન્ય એક યુઝર્સે લખ્યુ " બહુ જુગાડ છે અહીંયા" ત્રીજા યુઝર્સે લખ્યુ " જુગાડમાં ભારતીયોની આગળ કોઈ ટકી ન શકે"
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT