બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: IND VS PAK : Ram-Siyaram echoes in Sri Lanka Hardik Pandya's sharp batting on one side and Bhakti song on the other

ASIA CUP 2023 / VIDEO: IND VS PAK : શ્રીલંકામાં રામ-સિયારામની ગૂંજ... એકબાજુ હાર્દિક પંડ્યાની ધારદાર બેટિંગ અને બીજી તરફ ભક્તિ ગીતમાં ઝૂમી ઉઠ્યું સ્ટેડિયમ

Megha

Last Updated: 09:14 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ASIA CUP 2023: ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં ડીજે ' રામ સિયા રામ, સિયા રામ જય જય રામ' ગીત વગાડીને ચાહકોના દિલ જીતી લીધા હતા. હાલ તેનો વિડીયો વાયરલ થયો છે.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અનિર્ણિત રહી
  • ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ કરી શાનદાર બેટિંગ 
  • લંકામાં ગુંજી ઉઠ્યું "રામ સિયારામ સિયારામ જય જય રામ" 

 

ASIA CUP 2023 IND VS PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી એશિયા કપ 2023ની ત્રીજી મેચ અનિર્ણિત રહી. વરસાદે આ મેચમાં ઘણી વખત વિક્ષેપ પાડ્યો હતો. જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે પણ ઘણી વખત બેટિંગ રોકવી પડી હતી, ત્યારપછી જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ પૂરી થઈ એ બાદ અવિરત વરસાદ ચાલુ રહ્યો. જે બાદ મેચ રદ્દ કરવી પડી હતી. 

ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ કરી શાનદાર બેટિંગ 
જો કે આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન સામે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પાકિસ્તાની ટીમ વરસાદને કારણે બેટિંગ કરવા મેદાનમાં આવી શકી ન હતી, જે બાદ મેચ અનિર્ણિત રહી હતી. હવે આ મેચ અનિર્ણિત રહી હોવા છતાં આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર બેટિંગથી ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. રોહિત, શુભમન, વિરાટ અને શ્રેયસ અય્યરની વિકેટો પડ્યા બાદ ઈશાન કિશને 82 અને હાર્દિક પંડ્યા 87 રનની ઇનિંગ રમી હતી. 

લંકામાં ગુંજી ઉઠ્યું "રામ સિયારામ સિયારામ જય જય રામ" :-
હવે વાત એમ છે કે જ્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં ડીજે ' રામ સિયા રામ, સિયા રામ જય જય રામ' ગીત વગાડીને ચાહકોના દિલ જીતી લીધા હતા. તેનો હાલ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ભારતીય ઇનિંગ્સની 34મી ઓવરમાં થયું, જ્યારે પાકિસ્તાની બોલર આગા સલમાન તેની ઓવર લાવ્યો. ત્યારબાદ સ્ટેડિયમમાં હાજર ડીજેએ રામ સિયા રામ ભજન વગાડ્યું હતું.

હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ અંગે ટ્વિટર પર જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું- રામ સિયા રામ… દિલ જીતી લીધું. અન્ય એક યુઝરે લખ્યું- સ્ટેડિયમમાં રામ સિયા રામ સિયા રામ ગુંજી રહ્યું છે.. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી રામ કથા કરી રહેલા પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે લંકામાં લખ્યું હતું – “રામ સિયારામ સિયારામ જય જય રામ”.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ