બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : જેણે જન્મ આપ્યો તેને જ ઘરમાં પુરી દીકરો-વહુ જતા રહ્યા, સુરતના વેલજામાં બની હૃદયદ્રાવક ઘટના

હે ભગવાન / VIDEO : જેણે જન્મ આપ્યો તેને જ ઘરમાં પુરી દીકરો-વહુ જતા રહ્યા, સુરતના વેલજામાં બની હૃદયદ્રાવક ઘટના

Published By: Priyankka Triveddi

Last Updated: 11:00 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતનાં વેલજા શિરડીધામમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને દિલ દ્રવી જાય.

Surat News: સુરત વેલજા શિરડીધામમાં 65 વર્ષીય માતાને દીકરાએ ઘરમાં લોક કરી છોડી જતા હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહિનાથી પોતાના જ ઘરમાં જેલની જેમ કેદ રાખવામાં આવેલી 65 વર્ષીય વૃદ્ધા આખરે મળી મુક્તિ મળી છે.

કળિયુગી દીકરાનું હેવાનિયતભર્યું વર્તન

સુરતનાં વેલજા શિરડીધામ સોસાયટીમાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જે માનવતા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. અહીં 65 વર્ષીય વૃદ્ધા માતાને તેમના જ દીકરાએ અને વહુએ ઘરમાં લોક કરીને છોડી દીધા હતા. દીકરો-વહુ વૃદ્ધાને ઘરમાં જેલના કેદીની જેમ બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. મહિનાોથી વૃદ્ધા ઘરના પેસેજમાં કેદ હતી અને બહાર આવવાની કોઈ તક નહોતી. સૌથી દુઃખદ વાત એ હતી કે દીકરાએ એક વાર પણ પાછળ વળી માતાને પૂછવાનું કે મળવાનું પણ યોગ્ય ન સમજ્યું.

મહિનાઓથી ઘરનાં પેસેજમાં લોક

ઘટના મુજબ 65 વર્ષની વૃદ્ધા એક મહિનાથી વધુ સમયથી ઘરનાં પેસેજમાં લોક કરીને મૂકાઈ હતી. બહારની સાથે વાતચીતનો કોઈ માર્ગ નહોતો. વૃદ્ધાનું જીવતંત્ર તો પડોશીઓના સહારે જ ચાલતું હતું. પડોશીઓ જ દરરોજ ભોજન પુરું પાડી વૃદ્ધાની મદદ કરતા હતા. પડોશીઓને શંકા જઈ ત્યારે તેમણે આ મામલો અવગણ્યા વિના આગળ ધપાવ્યો અને મદદ માટે યોગ્ય જગ્યાએ જાણ કરી. તેમની ચિંતા અને માનવતાના કારણે જ આ વૃદ્ધા જીવતી બચી શકી.

પડોશીઓએ કરી જાણ, ટ્રસ્ટ અને પોલીસે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

પાડોશીઓએ આ ઘટના અંગે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી. જાણ મળતા જ ટ્રસ્ટની ચેતનાબેન સાવલિયા અને તેમની ટીમે પોલીસને સાથે લઈ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ. પોલીસે ઘરની અંદર લોક કરાયેલી વૃદ્ધાને સલામત રીતે બહાર કાઢી અને તેમની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સહાય પૂરી પાડી. વૃદ્ધાને જે હાલતમાં મળી તેની પરથી સ્પષ્ટ હતું કે તેમને લાંબા સમયથી ગંભીર અવગણના અને માનસિક-શારીરિક પીડાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: SRP જવાન અને AMCના કર્મચારી લાંચ લેતા પકડાયા, 1.44 લાખની રકમ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા

vtv app promotion

માનવતાને શરમાવે તેવી ઘટના, સમાજ માટે ચેતવણી

આ સમગ્ર ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા જેવી પવિત્ર જવાબદારીને નકારી નાંખતા આવા કિસ્સાઓ હજી પણ બનતા રહ્યાં છે. વેલજા શિરડીધામમાં બનેલી આ ઘટના હેવાનિયતનું જીવંત ઉદાહરણ છે, જેમાં માતાને જીવતા જીવત જ નરકના દર્શન કરાવવામાં આવ્યા હતા. સદભાગ્યે પડોશી અને ટ્રસ્ટની મદદથી વૃદ્ધા હવે સુરક્ષિત છે. પોલીસ હવે દીકરો-વહુ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women Improvement Trust Surat News Velja Shirdidham

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ