બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / SRP જવાન અને AMCના કર્મચારી લાંચ લેતા પકડાયા, 1.44 લાખની રકમ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા
Last Updated: 09:48 AM, 20 November 2025
અમદાવાદમાં લાંચખોરીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ACBએ SRP જવાન અને AMCના કર્મચારીને રંગેહાથે પકડી લીધા છે. નહેરૂ બ્રિજ નજીક આવેલ નેપચ્યુન હાઉસ ખાતે ACBએ કાર્યવાહી કરીને બે વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, SRPના ASI રોશન ભુરિયા તથા AMC સોલિડ વેસ્ટ વિભાગના સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકીને ACB ટીમે લાંચ લેતા પકડી લીધા છે. માહિતી પ્રમાણે, ACBએ આ કાર્યવાહી ફરિયાદના આધારે કરી હતી. ફરિયાદી ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાયનું કામ કરે છે અને ફરિયાદીને પાલિકાના એક કાર્યક્રમ માટે ગિફ્ટ આર્ટિકલ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
માહિતી પ્રમાણે, 670 ગિફ્ટ આર્ટિકલના ઓર્ડર બાદ બિલની રકમ પાસ કરવા માટે ASI રોશન ભુરિયાએ મોટા પ્રમાણમાં લાંચની માગણી કરી હતી. એમ કહેવામાં આવ્યું છે કે ASIએ બિલની કુલ રકમમાંથી 30%ના હિસાબે 2.51 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ અગાઉ 97,000 રૂપિયા આપ્યા હતા. ત્યારે બાકી રહેલા 1.44 લાખ રૂપિયા લેવા આવતા અધિકારીઓ પકડાઈ ગયા.
ADVERTISEMENT

ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને આ મામલાની જાણ કરી. ત્યારે ACBએ ચોક્કસ માહિતીના આધારે ટીમ મોકલીને નહેરૂ બ્રિજ નજીકની નેપચ્યુન હાઉસ બિલ્ડિંગમાં ટ્રેપ ગોઠવ્યો. જ્યારે SRPના ASI રોશન ભુરિયા, AMC સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી અને AMC સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકી મળીને બાકીની લાંચની રકમ 1.44 લાખ રૂપિયા લેવા પહોંચ્યા, ત્યારે ACBએ તેમને રંગેહાથે પકડી પાડ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ પછી આપઘાત કરવાની પ્રથમ ઘટના, ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી
સરકારી તંત્રના કર્મચારીઓ લાંચની રકમ માંગીને સામાન્ય સપ્લાયરોને પરેશાન કરતા હોવાના આ કિસ્સાએ ફરી એકવાર શહેરમાં ભ્રષ્ટાચારની ગંભીરતા સામે લાવી દીધી છે. ACBએ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.