બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ પછી આપઘાત કરવાની પ્રથમ ઘટના, ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી

દુખદ / ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ પછી આપઘાત કરવાની પ્રથમ ઘટના, ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી

Priykant Shrimali

Last Updated: 09:32 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Digital Arrest : અજાણ્યા શખ્સોએ વીડિયો કોલ દ્વારા પોતાને દિલ્લીની ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ)ના અધિકારી તરીકે ઓળખાવ્યા અને મૃતકને બેંક ખાતામાંથી 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે એવી ખોટી માહિતી આપી ડરાવ્યા. જાણો પછી શું થયું ?

Vadodara Digital Arrest : વડોદરા જિલ્લામાં કાયાવરોહણ ગામમાં રહેતા 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ પટેલ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની ગયા. વિગતો મુજબ ભેજાબાજો દ્વારા સતત ધમકીભર્યા કોલ અને માનસિક દબાણના કારણે તેમણે અંતે જીવ આપવાની દૂઃખદ ઘટના બની છે. રાજ્યમાં ડિજિટલ એરેસ્ટ બાદ આપઘાત થયાનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિલ્લી ATS તરીકે ઓળખ આપી ફસાવ્યા

મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ વીડિયો કોલ દ્વારા પોતાને દિલ્લીની ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ)ના અધિકારી તરીકે ઓળખાવ્યા. તેઓએ અતુલભાઈને તેમના બેંક ખાતામાંથી 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે એવી ખોટી માહિતી આપી ડરાવ્યા. ત્યારબાદ તેમને ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હોવાનો દાવો કર્યો.

દર 5 મિનિટે કોલ કરીને હેરાનગતી

છેતરપિંડી કરનારોએ દર પાંચ મિનિટે કોલ કરીને અતુલભાઈને માનસિક રીતે અત્યંત હેરાન કર્યા. પોલીસ ફરિયાદ, જેલ અને કાયદાકીય કાર્યવાહી જેવી ધમકીઓ આપી તેમને સતત દબાણમાં રાખવામાં આવ્યા. પરિવારજનોને પણ જાણ ન કરવા એમને બળજબરીપૂર્વક કહી દેવામાં આવ્યું.

માનસિક દબાણ ન સહન થતાં...

આ સતત તણાવ અને ભયના માહોલમાં 65 વર્ષીય અતુલભાઈ પટેલનો માનસિક સંતુલન બગડવા લાગ્યું. અંતે કંટાળી અને નિરાશ થઈ તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી. આ તરફ ગામમાં અને પરિવારજનોમાં આ ઘટનાથી શોકનું મોજું ફેલાયું છે.

સાઈબર ક્રાઈમનો નવો ખતરો : 'ડિજિટલ એરેસ્ટ'

આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ‘ડિજિટલ એરેસ્ટ’ નામની નવી ઓનલાઈન છેતરપીંડી હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આરોપીઓ સરકાર કે પોલીસ વિભાગનું નામ લઈ લોકોમાં ભય ઉભો કરીને પૈસા પડાવવા અથવા તેમને માનસિક રીતે ગૂંચવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છની લેશે મુલાકાત

ચેતવણી અને સાવચેતી

  • કોઈ અજાણ્યા નંબર પરથી આવતા ધમકીભર્યા કોલ પર વિશ્વાસ ન કરવો
  • કોઈપણ સરકારી વિભાગ વીડિયો કોલ દ્વારા ‘એરેસ્ટ’ કે ‘તપાસ’ નથી કરતા
  • તરત નજીકના સાઇબર ક્રાઈમ સેલ અથવા પોલીસને જાણ કરવી
  • પરિવારજનો સાથે વાતચીત રાખવી અને કોઈ શંકાસ્પદ બાબત છુપાવવી નહીં

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Arrest Cyber ​​Crime Vadodara
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ