બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છની લેશે મુલાકાત
Last Updated: 07:46 AM, 20 November 2025
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બરે સૌરાષ્ટ્ર–કચ્છના દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે આવી BSF Day અને ત્રણ શહેરોમાં ભાજપ કાર્યાલયોના લોકાર્પણમાં હાજરી આપશે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 અને 21 નવેમ્બરના તેમના દ્વિદિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત આજે બપોરે 2:00 વાગ્યે ભાવનગરથી કરશે. અહીં તેઓ નારી ચોકડી વિસ્તારમાં બનાવાયેલા નવા ભાજપ કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. શહેરમાં તેમના આગમનને લઈને પોલીસ તંત્ર અને વહીવટી મશીનરીએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભાવનગરના રાજકીય ગલીએ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે નવા કાર્યાલયના ઉદ્ઘાટનને સ્થાનિક રાજકારણમાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાવનગર પછી અમિત શાહ મોરબી અને ભુજની મુલાકાતે જશે. મોરબીના કાર્યક્રમને લઈને પણ જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમને ભવ્ય બનાવવા કામે લાગી ગયા છે. મોરબી જિલ્લામાં નવા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન આ પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.
21 નવેમ્બરનાં સવારે 10 વાગ્યે અમિત શાહ ભુજ જવા રવાના થશે. ભુજ ખાતે તેઓ BSFના સ્થાપના દિવસના રાજ્યસ્તરીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમને કારણે ભુજ શહેર અને સરહદી વિસ્તારોમાં સુરક્ષાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. BSF Dayને લઈને કચ્છમાં ખાસ ઉત્સાહ છે. કારણ કે આ પ્રદેશ દેશની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ADVERTISEMENT
ભાવનગર, મોરબી અને ભુજ ત્રણેય શહેરોમાં અમિત શાહના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે માર્ગ સુરક્ષા, કાર્યક્રમ સ્થળોની ચકાસણી, ટ્રાફિક નિયંત્રણ અને VIP મૂવમેન્ટ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ખાસ કરીને ભાવનગરમાં લોકાર્પણ સમારોહ અને ભુજમાં BSF Day કાર્યક્રમને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, પોલીસ વડાઓ અને વિવિધ વિભાગો વચ્ચે સતત મીટિંગ્સ થઈ રહી છે જેથી તમામ કાર્યક્રમો નિર્વિધ્ને પૂર્ણ થઈ શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ આ જિલ્લામાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ADVERTISEMENT
અમિત શાહનો આ પ્રવાસ સૌરાષ્ટ્ર–કચ્છમાં BJPની સંગઠનાત્મક મજબૂતાઈ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ત્રણ શહેરોમાં કાર્યાલયોના લોકાર્પણથી પ્રદેશના રાજકીય માહોલમાં નવી ઉર્જા ઉમેરાશે. BSF Day કાર્યક્રમમાં તેમની હાજરી સરહદી સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદેશને વધુ મજબૂત બનાવશે. સ્થાનિક સ્તરે પણ આ પ્રવાસ રાજકીય ચર્ચાઓ ગરમાવનાર સાબિત થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.