બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં બે દિવસ આ જિલ્લામાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

નિર્ણય / ગુજરાતમાં બે દિવસ આ જિલ્લામાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

Last Updated: 08:36 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આ જિલ્લામાં 20 અને 21 નવેમ્બરે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર, સુરક્ષા દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવવાના હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્વિમ કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ કાર્યક્રમોની મુલાકાત લેવા આવવાના હોવાથી સમગ્ર જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને કચ્છના જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 20 અને 21 નવેમ્બર, 2025ના રોજ પશ્વિમ કચ્છ જિલ્લામાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સુરક્ષા એજન્સીઓની ભલામણ મુજબ લેવામાં આવ્યો છે જેથી કોઈ પણ શંકાસ્પદ ઉડતી ચીજવસ્તુ સુરક્ષા માટે જોખમ ન ઊભું કરી શકે.

જાહેરનામા મુજબ, આવતા બે દિવસ સુધી રીમોટ કન્ટ્રોલથી ચલાવતા તમામ પ્રકારના ડ્રોન (Drone), ક્વાડ કોપ્ટર (Quad Copter), પાવર્ડ એરક્રાફ્ટ (Powered Aircraft) સહિત માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (Micro Light Aircraft) સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. એસાએલ પ્રકારના સાધનોનો ઉપયોગ VVIP મુલાકાત દરમિયાન સુરક્ષાને સીધી અસર પહોંચાડી શકે છે, તેથી આ પ્રતિબંધ ફરજિયાત ગણાશે.

માત્ર એટલું જ નહિ, જાહેરનામાંમાં હેંગ ગ્લાઈડર (Hang Glider), પેરાગ્લાઈડર (Para Glider), પેરા મોટર (Para Motor), તેમજ હોટ એર બલૂન (Hot Air Balloons) ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પેરા જમ્પિંગ (Para Jumping) જેવી તમામ પ્રવૃત્તિઓને પણ આ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા પ્રશાસને સ્પષ્ટ જણાવ્યું છે કે આ તમામ પ્રવૃત્તિઓ સુરક્ષાના દ્રષ્ટિકોણે જોખમી સાબિત થઈ શકે છે અને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ નિવારી શકાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.

વધુ વાંચો: IRCTC લઈ આવ્યું જબરદસ્ત ટૂર પેકેજ, ગોવાના શોખીનોને મોજ પડી જશે

જાહેરનામામાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પ્રતિબંધનો હેતુ જનહિત અને VVIP સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરવાનો છે અને આ દરમિયાન દરેક નાગરિકોએ સહકાર આપવો જરૂરી છે.

vtv app promotion

આ રીતે 20 અને 21 નવેમ્બર દરમિયાન પશ્વિમ કચ્છ જિલ્લા માટે આકાશ સંપૂર્ણપણે "નો ફ્લાઈગ ઝોન" જશે. જિલ્લા પ્રશાસનના આ નિર્ણયથી સુરક્ષા વધુ સઘન બનશે અને મુલાકાત દરમિયાન દરેક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

No Drone Fly Zone West Kutch Amit Shah Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ