બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO Gavaskar gets emotional after getting Dhoni's autograph, expresses last wish
Megha
Last Updated: 03:11 PM, 16 May 2023
ADVERTISEMENT
સુનીલ ગાવસ્કરે પોતાના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો એ વાતે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ એક એવો પ્રસંગ હતો જે હંમેશા યાદ રહેશે. જણાવી દઈએ કે જ્યારે ધોની તેના સાથી ખેલાડીઓ સાથે મેદાનનો રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યારે ગાવસ્કર દોડીને માહી પાસે ગયો અને તેના શર્ટ પર તેનો ઓટોગ્રાફ લીધો હતો. એવામાં હવે ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સના શોમાં એમએસ ધોની પાસેથી ઓટોગ્રાફ લેવાની કહાની કહી હતી અને આ દરમિયાન ગાવસ્કર પણ તે ક્ષણને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. સાથે જ સુનીલ ગાવસ્કરે પોતાની અંતિમ 2 ઈચ્છાઓ પણ જણાવી હતી.
એક વાતચીત દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કેમને ખબર પડે કે મારા જીવનની થોડી જ ક્ષણો બની છે તો એવામાં હું બે વસ્તુ જોવા મંગીશ. હું વાનખેડે સ્ટેડિયમમાં 2011માં રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની વિનિંગ સિક્સ જોવા માંગુ છું અને હું 1983ની એ ક્ષણ પણ જોવા માંગુ છું, જ્યારે કપિલે વર્લ્ડ કપ ઉપાડ્યો હતો. ક્રિકેટ ચાહકોએ કદાચ લિટલ માસ્ટરને પહેલીવાર આ રીતે ભાવુક થતા જોયા હશે. એવું લાગતું હતું કે તે LIVE ટીવી પર રડશે.
ADVERTISEMENT
Legend #SunilGavaskar reveals why Thala Dhoni’s autograph will be ♾ treasured.
— Star Sports (@StarSportsIndia) May 16, 2023
The Little Master remembers two of #TeamIndia's most iconic moments ft. @msdhoni & @therealkapildev that he will cherish forever! 💯
Tune-in to more heartfelt content at #IPLonStar. #BetterTogether pic.twitter.com/QM2ozYZTJO
જ્યારે ધોની તેના સાથી ખેલાડીઓ સાથે મેદાનનો રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યારે ગાવસ્કર દોડીને માહી પાસે ગયો અને તેના શર્ટ પર તેનો ઓટોગ્રાફ લીધો એ વિશે કરતા ગાવસ્કરે કહ્યું કે 'ધોનીને કોણ પ્રેમ નથી કરતું? પાછલા વર્ષોમાં તેણે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે આશ્ચર્યજનક છે. ભારતમાં એવા ઘણા યુવાનો છે જેઓ તેમનાથી પ્રેરિત છે...જેમ જ મેં સાંભળ્યું કે CSKના ખેલાડીઓ મેદાનમાં ચક્કર લગાવી રહ્યા છે, હું તુરંત તેની પાસે ગયો અને એ સમયએ કેમેરા મેન પાસે માર્કર પણ હતી. જ્યારે હું માહી પાસે ગયો ત્યારે મેં તેને ઓટોગ્રાફ માટે વિનંતી કરી. તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.'
જણાવી દઈએ કે 14 મેના રોજ ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આ મેચ રમી હતી, જ્યારે સુનીલ ગાવસ્કરે એમએસ ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો. CSKને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો છેલ્લો મુકાબલો 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સાથે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.