ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી ચૂકેલા સુનીલ ગાવસ્કરે ચેતેશ્વર પૂજારાને તેના 100માં ટેસ્ટ મેચ રમવા પર કહ્યું કે, "100 ટેસ્ટ મેચોની ક્લબમાં તમારું સ્વાગત છે
પૂજારાના 100મા ટેસ્ટ પર ઘણા ઈમોશનલ થયા સુનિલ ગાવસ્કર
આખી દુનિયાને આ નિવેદનથી ચોંકાવ્યા
આખી ટીમ ઈન્ડિયાએ પૂજારાને આપ્યું ગાર્ડ ઑફ ઑનર
Sunil Gavaskar Statement: ભારતના મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે શુક્રવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટ મેચમાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ ચેતેશ્વર પૂજારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ મેચ ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કારકિર્દીની આ 100મી ટેસ્ટ મેચ છે. આ મોકા પર ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર ખૂબ જ ભાવુક થયા હતા, એ સાથે જ એમના એક નિવેદને દરેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પૂજારાના 100મા ટેસ્ટ પર ઘણા ઈમોશનલ થયા સુનિલ ગાવસ્કર
સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારા એમની 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારવવાવાળા પહેલા ભારતીય ક્રિકેટર બનશે એન એ સાથે જ એમને ઘણી મહેનત અને આત્મવિશ્વાસનું શાનદાર ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ચેતેશ્વર પુજારા ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનાર 13મો ક્રિકેટર બની ગયો આ સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન પૂજારાએ તેના સાથી ખેલાડીઓ અને પરિવારના સભ્યોની સામે ગાવસ્કર પાસેથી ખાસ કેપ પણ મેળવી હતી.
આખી દુનિયાને આ નિવેદનથી ચોંકાવ્યા
જણાવી દઈએ કે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી ચૂકેલા સુનીલ ગાવસ્કરે ચેતેશ્વર પૂજારાને તેના 100માં ટેસ્ટ મેચ રમવા પર કહ્યું કે, "100 ટેસ્ટ મેચોની ક્લબમાં તમારું સ્વાગત છે અને હું પ્રાર્થના કરું છું કે તમે તમારી 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પહેલા ભારતીય ક્રિકેટર બનો અને દિલ્હીમાં જીતનો વધુ એક પાયો નાખો. પૂજારના વખાણ કરતાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, 'પુજારાએ ભારતીય ટીમ માટે પોતાના શરીર વિશે પણ નથી વિચાર્યું. પૂજાર જ્યારે તમે બેટિંગ કરવા જાઓ છો, ત્યારે એવું લાગે છે કે તમે ભારતીય ધ્વજ સાથે લઈ જઈ રહ્યા છો. તમે ભારત માટે તમારું શરીર પણ દાવ પર લગાવી દો છો.'
ચેતેશ્વર પૂજારાએ 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
સુનીલ ગાવસ્કરે આગળ ચેતેશ્વર પુજારાને કહ્યું કે, 'તમે તમારા શરીર પર ઘણા બોલનો સામનો કર્યો છે અને એ સાથે જ બોલરોને તમારી વિકેટ મેળવવા માટે સખત મહેનત પણ કરાવી છે. તમારો દરેક રન ભારત માટે મહત્વપૂર્ણ રહ્યો છે અને તમે સખત મહેનત અને આત્મવિશ્વાસના આદર્શ રહ્યા છો.' જણાવી દઈએ કે 35 વર્ષીય ચેતેશ્વર પૂજારાએ 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ચેતેશ્વર પૂજારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં 7000થી વધુ રન અને 19 સદી સામેલ છે.
ચેતેશ્વર પૂજારાએ સુનીલ ગાવસ્કરને આપ્યો આ જવાબ
આ સાંભળતાની સાથે જ ચેતેશ્વર પૂજારાએ સુનીલ ગાવસ્કરને કહ્યું હતું કે, 'તમારા જેવા દિગ્ગજ ખેલાડીઓએ મને પ્રેરણા આપી અને જ્યારે હું નાનો હતો ત્યારે હું ભારત માટે રમવાનું સપનું જોતો હતો પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દેશ માટે 100 ટેસ્ટ મેચ રમીશ. મારું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટ રમતનું સાચું ફોર્મેટ છે અને તેમાં તમારી હિંમતની કસોટી થાય છે. જીવન અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણી સમાનતાઓ છે. જો તમે મુશ્કેલ સમયમાં સંઘર્ષ કરી શકો છો, તો તમે તેમાંથી બહાર આવી શકો છો.' આ સાથે જ પૂજારાએ પરિવાર અને મિત્રો અને BCCI સહિત દરેક લોકોનો આભાર માન્યો હતો.