બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / VIDEO: don t have a Voter ID card Make election card by following these simple steps
Megha
Last Updated: 03:38 PM, 11 March 2024
ચાની કિટલીથી લઈને પાનની દુકાન સુધી લગભગ દરેક જગ્યા પર એ જ ચર્ચા છે કે આ વખતે કોને કેટલી સીટ મળશે. કઈ પાર્ટી આવતા પાંચ વર્ષ સુધી સરકાર બનાવશે એ મતદાન દ્વારા નક્કી કરવામાં આવશે. જો તમે પણ 18 વર્ષના થયા હશો, તો પહેલીવાર મત આપવાને લઈને ઉત્સાહિત હશો. જો કે મત આપવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું અને તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે.
ADVERTISEMENT
એક સમય એવો હતો જ્યારે ચૂંટણી કાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ ડિજીટલ ઈન્ડિયામાં આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. આ સિમ્પલ સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા , ફ્રીમાં વોટર આઈડી કાર્ડ માટે એપ્લાઈ કરી શકો છો.. આ કાર્ડ માટે એપ્લાઈ કરતાં પહેલાં આટલા ડોક્યુમેન્ટ એકઠા કરી લો
પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો
આઈડી પ્રૂફમાં જન્મનું પ્રમાણપત્ર/ પાસપોર્ટ/ ડ્રાઈવિંગ લાયસન્સ /પાનકાર્ડ
એડ્રેસ પ્રૂફમાં રાશન કાર્ડ/ પાસપોર્ટ /ડ્રાઈવિંગ લાયસન્સ કે ફોન બિલ કે લાઈટ બિલ
ADVERTISEMENT
વોટર આઈડી કાર્ડ ઓનલાઈન બનાવવા માટે https://voters.eci.gov.in આ વેબસાઇટ પર જાઓ. તમારી સામે વૉટર્સ સર્વિસ પોર્ટલનું હોમપેજ ખુલશે જ્યાં ઉપર ખૂણામાં સાઇન અપ અને લોગ ઇન એમ બે ઓપ્શન મળશે. પહેલા સાઇન અપ કરો અને આ માટે તમારે મોબાઈલ નંબર અને captcha કોડ એન્ટર કરો. આ બાદ તમારે તમારું આખું નામ એન્ટર કરો અને એ બાદ નવો પાસવર્ડ એન્ટર કરીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો. ઓટીપી એન્ટર કર્યા પછી તમે ફરી હોમ પેજ પર આવશો જ્યાં તમારે હવે લોગ ઇન કરવું પડશે
હવે ફરી એ જ રજીસ્ટર મોબાઈલ નંબર અને જે નવો પાસવર્ડ બનાવ્યો હતો એ એન્ટર કરો અને captcha કોડ નાખી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને ઓટીપી એન્ટર કરીને સાઇટ પર લોગઇન કરી લો. હવે એ જ હોમ પેજ પર ઉપર ખૂણામાં તમને તમારું નામ દેખાશે. આ બાદ સ્ક્રીન પર દેખાતા પહેલા ઓપ્શન ન્યુ રજીસ્ટ્રેશન ફોર જનરલ ઇલેક્ટ્રલ પર ફિલ ફોર્મ 6 પર ક્લિક કરો. આ કરતાંની સાથે જ તમારી સામે એક મોટું ફોર્મ દેખાશે જેમાં તમારે બધી જ ડિટેલ ભરવાની રહેશે.
વધુ વાંચો: તમારી જાણ બહાર Aadhaar Cardનો ઉપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે કરો ચેક
બધી જ ડિટેલ ભરીને એપ્લિકેશન સબમિટ કરી દો. આ પછી તમને એક એપ્લિકેશન ID મળશે જેની મદદથી તમે વોટર આઈડી માટે આપલ આ એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકશો. સાથે જ જો કાર્ડ બની ગયું હોય, તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો સાથે જ તમારું કાર્ડ પણ થોડા દિવસોમાં તમારા સરનામાં પર પહોંચાડવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.