બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / vicky kaushal and katrina kaif enjoyed sunset couple photo viral

મનોરંજન / ઢળતી સાંજે એક બીજા સાથે રોમેન્ટિક થયા વિક્કી-કેટરીના, સનસેટ સાથે સુંદર Photo કર્યો શેર

Arohi

Last Updated: 10:05 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vicky Kaushal Post: બોલિવુડ ઈન્ડસ્ટ્રીની ફેમસ જોડી વિક્કી કૌશલ અને કેટરીના કેફ મોટાભાગે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. આ વચ્ચે બન્નેની એક તસવીર વાયરલ થઈ રહી છે.

  • ઢળતી સાંજે રોમેન્ટિક થયા વિક્કી-કેટરીના
  • સનસેટ સાથે સુંદર Photo કર્યો શેર
  • બન્નેનો ફોટો થઈ રહ્યો વાયરલ 

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી જોડીઓ છે જે ફેંસની ફેવરેટ છે. આવી જ એક જોડી વિક્કી કૌશલ અને કેટરીના કેફની પણ છે. આ જોડીને તેમના ફેંસ ખૂબ જ પસંદ કરે છે. વિક્કી કૌશલે જ્યારથી કેટરીના સાથે લગ્ન કર્યા છે તે પોતાની મેરિડ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એક્ટર મોટાભાગે પોતાની પત્ની કેટરીનાના વખાણ કરતા જોવા મળે છે. 

વિક્કીએ શેર કરી તસવીર 
આ બન્ને જોડીને ફેંસ એક સાથે ફિલ્મમાં જોવા માંગે છે. ફિલ્મમાં તે સાથે ક્યારેય જોવા મળશે તે ખબર નહીં પરંતુ હાલ ફેંસને તેમની એક નવી તસવીર સાથે જોવા મળી છે. હકીકતે વિક્કી કૌશલે પોતાની સુંદર પત્નીની સાથે એક ફોટો શેર કર્યો છે. 

ફોટોમાં વિક્કી અને કેટરીના પોતાના ઘરની બાલકનીમાં ઉભા જોવા મળી રહ્યા છે. બન્ને એક બીજાનો હાથ પકડી, એક બીજાની આંખોમાં ડૂબેલા અને સનસેટ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

બન્નેના ચહેરા પર સુંદર સ્માઈલ 
વિક્કી અને કેટરીનાના ચહેરા પર એક સ્માઈલ છે. બન્નેની આ તસવીર ફેંસને ખૂબ જ પસંદ આવી રહી છે. ઢળતી સાંજે વિક્કી પોતાની પત્નીની સાથે સમય પસાર કરી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બન્નેના સ્ટાર્સ ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. 

ખુલ્લા વાળની સાથે કેટરીના ઓરેન્જ કલરની પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. ત્યાં જ વિક્કી કૌશલ મસ્ટર્ડ કલરના શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ