બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Vi 49 Plan Discontinue In Some Circles Now Vodafone Idea Prepaid Plan Begins Rs 79 Check Details
Noor
Last Updated: 10:52 AM, 20 August 2021
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, કંપનીએ ભારતના મોટાભારના હિસ્સાઓમાં તેમો 49 રૂપિયાનો પ્રીપેડ પ્લાન બંઝ કરી દીધો છે. જેથી હવે ગ્રાહકોએ ઓછાંમાં ઓછું 79 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.
વોડાફોનના 49 રૂપિયાના પ્લાનમાં મળતી હતી આ સુવિધા
ADVERTISEMENT
વોડાફોનના 49 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 14 દિવસ માટે 38 રૂપિયા ટોકટાઈમ અને 100 એમબી ડેટા મળતો હતો. આ પ્લાનમાં એસએમએસની સુવિધા મળતી નહોતી.
વોડાફોનના 79 રૂપિયાના પ્લાનમાં મળતા ફાયદા
વોડાફોનના 79 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 200 એમબી ડેટા, 64 રૂપિયાનું ટોકટાઈમ અને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનની સાથે પણ એસએમએસની સુવિધા મળતી નથી. આમ જોઈએ તો ગ્રાહકોને 49 રૂપિયાના પ્લાનની તુલનામાં 79 રૂપિયાના પ્લાનમાં ડબલ લાભ મળે છે. આ પ્લાન હજુ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સહિત પસંદગીના ટેલિકોમ સર્કલોમાં ઓફર કરવામાં આવે છે. આ કંપની દ્વારા પરોક્ષ ટેરિફ વધારો છે. હા, ઈનડાયરેક્ટ રીતે કરવામાં આવતા ટેરિફમાં વધારો છે.
એરટેલે પણ 49 રૂપિયાનો રિચાર્જ પ્લાન બંધ કરી દીધો
તમને જણાવી દઈએ કે ગયા મહિને વોડાફોન આઈડિયા પહેલાં એરટેલે પોતાનો 49 રૂપિયાનો પ્લાન પણ હટાવી દીધો છે, જેથી યુઝર્સ પાસે એરટેલ અથવા વોડાફોન આઈડિયાના 79 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા ઓફર કરવામાં આવેલા 50 રૂપિયાથી ઓછાના બેઝ પ્લાન સાથે રિચાર્જ કરનારા ગ્રાહકોને ઝટકો લાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.