બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 09:04 AM, 22 October 2023
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ધન, કલા, પ્રતિભા, સૌંદર્ય, કામ-વાસનાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર તુલા રાશિના સ્વામી છે. શુક્ર 3 નવેમ્બરના રોજ રાશિ પરિવર્તન કરશે. આ દિવસે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કઈ રાશિના જાતકોને સફળતા મળશે અને કઈ રાશિના જાતકોએ અસફળતાનો સામનો કરવો પડશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સદભાવ જળવાઈ રહેશે. ધાર્મિક કાર્ય થઈ શકે છે. લાગણીઓને કાબૂમાં રાખો. શૈક્ષણિક કાર્યોમાં વધુ પરિશ્રમ કરવો પડશે. મિત્રના સહયોગથી બિઝનેસ માટે તક મળી શખે છે. પારિવારિક જીવન કષ્ટમયી રહેશે. તણાવથી દૂર રહેવું.
ADVERTISEMENT
વૃષભ- મન અશાંત રહેશે, ખર્ચો વધશે. માન સમ્માન પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે પરિસ્થિતિમાં સુધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત સંપર્ક થઈ શકે છે. ખાનપાનમાં રુચિ વધશે.
મિથુન- આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. વગર કામનો ક્રોધ ના કરવો અને વાદ વિવાદથી દૂર રહેવું. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું. મન અશાંત રહેશે, પરંતુ વાણીની અસરમાં વૃદ્ધિ થશે. કારોબારમાં વૃદ્ધિ થશે. વિવાદોથી દૂર રહેવું.
કર્ક- માનસિક શાંતિ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં યાત્રા પર જવું પડી શકે છે. કારોબારમાં લાભ થશે. આત્મવિશ્વાસ વધશે, લાભ થશે. સંતાનનું આરોગ્ય જોખમાઈ શકે છે.
સિંહ- શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપવું. મુશ્કેલી આવી શકે છે. નોકરીના કાર્યભારમાં વૃદ્ધિ થઈ શકે છે. પારિવારિક સમસ્યા યથાવત્ રહેશે. આવક ઓછી થશે અને ખર્ચ વધશે. નોકરીમાં ઓફિસરોનો સાથ મળશે. પ્રગતિનો પંથ મોકળો થશે.
કન્યા- માનસિક શાંતિ રહેશે. ધીરજ જાળવી રાખવાની કોશિશ કરો. વગર કામના વિવાદમાં ના પડવું. કારોબારમાં સુધારો થશે. લાભ થશે. માનસિક પરેશાની વધશે. કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. વસ્ત્રની ભેટ પ્રાપ્ત થશે. નોકરીમાં ઓફિસરોનો સાથ મળશે. પ્રગતિનો પંથ મોકળો થશે.
તુલા- વસ્ત્રો બાબતે મૂંઝવણ ઊભી થશે. કારોબારમાં પરિવર્તન આવી શકે છે. માતા પિતાનો સાથ મળશે. વધુ ભાગદોડ રહેશે. વાતચીતમાં સંયમ રાખવો. મન અશાંત રહેશે. પિતાના આરોગ્યમાં સુધારો થશે. ગુસ્સો કરવો નહીં. કોઈ સજ્જન સાથે મુલાકાત થઈ શકે છે.
વૃશ્વિક- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. પ્રગતિ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે. મનમાં નકારાત્મક વિચાર આવશે. કાર્યક્ષેત્રે સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. નોકરીમાં ઓફિસર સાથે મતભેદ થઈ શકે છે.
ધન- મન પ્રફુલ્લિત રહેશે. કારોબારમાં પરિવર્તન માટેની તક મળી શકે છે. મિત્રનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. પરિવારની સમસ્યા વધી શકે છે. વાતચીતમાં સંયમ રાખો. નોકરીમાં ઓફિસર સાથે મતભેદ થઈ શકે છે.
મકર- માનસિક શાંતિ રહેશે. જીવનસાથીનો સાથ પ્રાપ્ત થશે. કારોબારમાં વૃદ્ધિ થશે, વધુ ભાગદોડ રહેશે. મિત્રનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. વાણીમાં કઠોરતા રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. ખર્ચા વધશે.
કુંભ- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. મનમાં નકારાત્મક વિચાર આવશે. વાતચીતમાં સંતુલિત રહેવું. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. વધુ ક્રોધ ના કરવો. ખર્ચાઓ વધશે. મિત્રો સાથે ધાર્મિક સ્થાનની યાત્રાએ જઈ શકો છો.
મીન- મન પ્રફુલ્લિત રહેશે. ગુસ્સો ના કરવો. કારોબારમાં સુધારો થવાથી મિત્રનો સહયોગ મળી શકે છે. પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. સંતાન સુખમાં વૃદ્ધિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.