બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:16 AM, 30 November 2023
ADVERTISEMENT
30 નવેમ્બરે શુક્રનું રાશિ પરિવર્તન બધી રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યું છે. તેના શુભ પ્રભાવથી દેશ-દુનિયા પર પણ અસર જોવા મળશે. શુક્રના ગોચર પાછળ સૌથી મોટુ કારણ દેવગુરૂ બૃહસ્પતિ અને શનિ છે.
ADVERTISEMENT
હિંદૂ પંચાંગ અનુસાર ધન, ઔશ્વર્ય, ભૌતિક સુખોના કારક ગ્રહ શુક્ર 30 નવેમ્બરે રાત્રે 1.40 મિનિટ પર પોતાની વર્તમાન કન્યા રાશિથી નિકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિ શુક્રની પોતાની જ રાશિ છે. આજ કારણ છે કે શુક્ર ચાર રાશિઓ માટે માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. આ રાજયોગ પર દેવગુરૂની દ્રષ્ટિ પણ થશે. જે તેના ફળને અનેક ઘણું વધારી દેશે.
મેષ
શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. ધન સંબંધિ દરેક મુશ્કેલીઓ દૂર કરશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. આવકમાં વધારો થશે. ધન લાભની સાથે મોટી ખુશખબર પણ મળી શકે છે.
મિથુન
આ રાશિના જાતકો માટે આ ગોચક ઉત્તમ હશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. શેર માર્કેટમાં રોકાણ કરો છો તો લાભ થશે. ધનના ઘણા રસ્તા ખુલશે. ભાગ્ય સહાયક થશે અને આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે.
કર્ક
આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ કે અહીં પણ શુક્ર માલવ્ય યોગનું નિર્માણ કરશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. રોકાયેલું ધન પરત મળશે. ઘર-પ્રોપર્ટી સાથે જોડાયેલા કામ પૂર્ણ થશે.
કન્યા
શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકોને પણ ધન લાભ આપશે. લાંબા સમયથી રોકાયેલું ધન પરત મળશે. માન સન્માનમાં વધારો થશે. નોકરીયાતને પ્રમોશનનો ચાન્સ છે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. મોટી ખુશખબર મળી શકે છે.
તુલા
આ રાશિ પર જ શુક્રનું ગોચર થઈ રહ્યું છે અને અહીં પણ માલવ્ય યોગનું નિર્માણ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. મુશ્કેલીઓ દૂર થશે. દાંપત્ય જીવનમાં ખુશી અને ધન આગમનના શ્રોત વધશે.
ધન
શુક્ર આ રાશિના જાતકો માટે પણ ખુશીઓ લઈને આવશે. જબરદસ્ત ધન લાભના સંકેત છે. દરેકની મનોકામના પૂર્ણ થશે. કરિયરમાં સફળતા મળશે. લાંબા સમયથી રોકાયેલું કામ અને પૈસા બન્ને પરત મળશે. પરિવારમાં ખુશીઓ આવશે.
મકર
આ રાશિ માટે પણ શુક્ર માલવ્ય યોગનું નિર્માણ કરશે. વ્યાપારમાં જબરદસ્ત વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશનના યોગ છે. જીવનમાં મોટુ પરિવર્તન થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ દૂર થશે. નિશ્ચિત ક્ષેત્રમાં મોટી સફળતા મળશે.
કુંભ
આ રાશિ માટે આ ગોચર ભાગ્ય પ્રદાન કરનાર છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. વ્યાપારમાં ઉન્નતિ થશે. ભાગ્યના કારણે મહેનત સફળ રહેશે. ધન આગમનના રસ્તા ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.