બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Velan village of Gir Somnath is an example of communal unity

સર્વ ધર્મ સમભાવ / કોમી એકતાની મિસાલ: ગુજરાતની એવી જગ્યા જ્યાં મુસ્લિમ સમાજ લોકો પહેલા માતાજીને ઘરાવે છે નૈવેધ, અને હિન્દુ લોકો પીરને

Dinesh

Last Updated: 09:16 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gir somnath news : વેલણ ગામમાં આવેલું સોડવ માતાજીનું મંદિર તેમજ આ મંદિરથી એકાદ કિલો મીટર દૂર આવેલી જન્નશાપીરની દરગાહ હિન્દૂ- મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવી રહ્યું છે.

  • ગીર સોમનાથના  કોડીનારમાં અનોખું દેવસ્થાન
  • વેલણ ગામનું મંદિર અને દરગાહ કોમી એકતાનું પ્રતીક
  • સોડવ માતાજીના મંદિર સાથે જોડાયેલી અનોખી લોકવાયકા


માઁ ભગવતીના આરાધના પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં અનોખું કોમી એકાતનું પ્રતીક દેવસ્થાનો વિશે જાણવા મળ્યું છે. વેલણ ગામના વાડી વિસ્તારમાં આવેલા સોડવ માતાજીનું મંદિર શક્તિનું પ્રતિક ગણાય છે. આ મંદિર અને તેનાથી એકાદ કિલો મીટર દૂર આવેલી જન્નશાપીરની દરગાહ હિન્દૂ- મુસ્લિમ કોમી એકતાનું સૌથી મોટું પ્રતીક છે. આ બન્ને ધર્મ સ્થાનકો માટે હિન્દૂ  અને મુસ્લિમ સમાજ સંપૂર્ણ શ્રધ્ધા ધરાવે છે. હિન્દુ સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ માનતા કે નિવેદ લઈને  સોડવ માતાજીએ આવે તો પહેલા જન્નશાપીર બાબાની દરગાહે શ્રીફળ અને ચાદર ચડાવવા જવું પડે અને મુસ્લિમ લોકો જન્નશાપીરની કોઈ  માનતા લઈને આવે તો પહેલા સોડવ માતાજીએ ખીર-રોટલી, ચૂંદડી અને શ્રીફળ અર્પણ અવશ્ય કરવા માતાજી આવે છે. 

કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ
વેલણ ગામની સીમ વિસ્તારમાં આવેલું સોડવ માતાજીનું મંદિર અને જન્નશાપીરની દરગાહ ખૂબ નજીક આવેલા છે. આ દેવસ્થાનો સાથે એનોખી કહાણી પણ જોડાયેલી છે. એક સમયે માતાજી ગાયો અને તેમના વાછરડા ચરાવતા હોઈ અને ત્યાં બાજુમાં દરિયાઈ માર્ગે એક પથ્થર પર પાંચ ભાઈઓ આવ્યા અને તે જે ભાઈઓ આવ્યા તે આજે જન્નશાપીર તરીકે ઓળખાય છે. આ પાંચેય ભાઈઓને માતાજી ગાયોનું દૂધ આપતા અને રાખડી બાંધી હોવાની લોક માન્યાતા છે. આ પાંચેય ભાઈઓ પણ માતાજીને સગ્ગી બહેન તરીકે જ માનતા હતા. કહેવાય છે કે તત્કાલીન સમયે  કેટલાક લોકો આ પવિત્ર સંબંધને ખરાબ દ્રષ્ટીથી જોતા માતાજીએ તે જ જગ્યા પર ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા હતા ત્યારબાદ જન્નશાપીર એટલે કે તે પાંચ ભાઈઓને જાણ થઈ એટલે તેઓ પણ ત્યાંજ ધરતીમાં સમાઈ ગયા હતા તેવી લોક વાયકા છે.

ભક્તોની જામે છે ભીડ
આ પવિત્ર દેવસ્થાનો પર ચૈત્ર, આસો, શ્રાવણ અને રમજાન મહિનામાં લોકોની સતત ભીડ જોવા મળે છે. મુસ્લિમ લોકોનું ઉર્ષ કે ઇદ હોય તો તેઓ પહેલા સોડવ માતાજીના મંદિરે ખીરપુરી, ચુંદડી અને શ્રીફળ લઈ આવે છે. ત્યારે આ મંદિર અને દરગાહ સમગ્ર હિન્દૂ અને મુસ્લિમ સમાજ માટે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ