બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / vastu tips for success happiness and financial growth in gujarati

વાસ્તુ ટિપ્સ / દુર્ભાગ્યથી બચવું છે! તો ભૂલથી પણ વાસ્તુદોષની આ 7 બાબતોને અવગણતા નહીં, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 12:45 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંગત જીવન, કરિઅર તથા પ્રોફેશનલ જીવનમાં અનેક સમસ્યા આવે છે. તમારી સાથે પણ આ પ્રકારે થઈ રહ્યું છે, તો તે માટે વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે.

  • અનેક વાર પરિશ્રમ કર્યું હોય તેનું ફળ પ્રાપ્ત થતું નથી
  • તે માટે વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે
  • અપનાવો દુર્ભાગ્યથી બચાવતા વાસ્તુ ઉપાય

જીવનમાં અનેક એવી મુશ્કેલીઓ આવે છે, જેની આપણે કલ્પના પણ ના કરી હોય. આપણા સારા એવા ચાલતા કામ પણ ઠપ્પ થઈ જાય છે અને પરિશ્રમ કર્યું હોય તેનું ફળ પ્રાપ્ત થતું નથી. અંગત જીવન, કરિઅર તથા પ્રોફેશનલ જીવનમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. તમારી સાથે પણ આ પ્રકારે થઈ રહ્યું છે, તો તે માટે વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે. અહીંયા અમે તમને દુર્ભાગ્યથી બચાવતા વાસ્તુ ઉપાય વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

  • જીવનમાં દુર્ભાગ્ય ના આવે તે માટે ઘરમાં કરોળિયાના જાળા ના થવા દેવા જોઈએ. ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સાફ હોવો જોઈએ અને મંગળ પ્રતીકથી સજાવીને રાખવો જોઈએ. 
  • કરિઅર અને કારોબારમાં સમસ્યા આવી રહી છે, તો ઓફિસમાં કોઈ બીમ નીચે અથવા દરવાજા અને બારી પાસે પીઠ કરીને ના બેસવું જોઈએ. બારી તરફ પીઠ કરીને બેસવુ પડે તો હંમેશા બંધ રાખવી જોઈએ અથવા પડદાથી ઢાંકીને રાખવી જોઈએ. 
  • અનેક કોશિશ કરવા છતાં ઘરમાં પૈસા ના ટકે તો ધન સ્થાન સાથે જોડાયેલ વાસ્તુદોષ દૂર કરવો જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં ધન સ્થાન હંમેશા ઉત્તર દિશામાં હોવું જોઈએ, જે કુબેરની દિશા ગણવામાં આવે છે. જ્યાં કેશ બોક્સ અથવા તિજોરીનું મોઢું ઉત્તર દિશા તરફ ખુલવું જોઈએ. 
  • ઘરમાં પ્રગતિ ના થતી હોય તો પૂર્વ દિશા સાથે જોડાયેલ વાસ્તુદોષ દૂર કરવો જોઈએ. આ રસ્તેથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જા આવે છે. આ પરિસ્થિતિમાં આ દિશામાં ભારે વસ્તુ ના રાખવી જોઈએ અને હવા પ્રકાશ માટે વધુ જગ્યા બનાવવી જોઈએ. દરરોજ સવારે આ દિશાની બારીઓ થોડા સમય માટે જરૂરથી ખોલવી જોઈએ. 
  • માઁ લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માંગો છો, તો એંઠા હાથે ધન સ્થાનને અડવું ના જોઈએ અને ત્યાં ગંદકી ના રાખવી જોઈએ. ધનની કામના કરો છો તો પથારી પર બેસીને ના જમવું જોઈએ. આ નિયમ ધ્યાનમાં રાખવામાં ના આવે તો પૈસાની સમસ્યા થાય છે, ઉપરાંત આરોગ્ય સંબંધિત પરેશાની પણ થાય છે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધન સ્થાન અથવા કેશબોક્સ સંપૂર્ણપણે ખાલી ના કરવું જોઈએ. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અથવા કારોબાર સાથે જોડાયેલ જૂની રિસીપ્ટ અથવા કાગળિયા, તથા બિનજરૂરી વસ્તુઓ ત્યાં ના રાખવી જોઈએ. જેના કારણે પૈસાની તાણ વર્તાવા લાગે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ