બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / vastu tips for home keep ancestors pictures as per vastu rules

વાસ્તુ શાસ્ત્ર / નાનકડી ભૂલ લાવશે મોટા કષ્ટ! ઘરમાં અવસાન પામેલા વડીલોનો ફોટો લગાવ્યો હોય તો વાસ્તુનો નિયમ ખાસ જાણી લેજો

Manisha Jogi

Last Updated: 04:04 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ઘરમાં પૂર્વજો અથવા પરિવારમાં મૃત લોકોના ફોટોઝ લગાવે છે. માનવામાં આવે છે કે, ઘરમાં વડીલના ફોટોઝ લગાવવાથી તેમના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.

  • લોકો ઘરમાં પૂર્વજો અથવા પરિવારમાં મૃત લોકોના ફોટોઝ લગાવે છે
  • ફોટોઝ લગાવવાથી તેમના આશીર્વાદ રહે છે
  • વાસ્તુ અનુસાર લગાવો પૂર્વજોના ફોટોઝ

લોકો ઘરમાં પૂર્વજો અથવા પરિવારમાં મૃત લોકોના ફોટોઝ લગાવે છે. માનવામાં આવે છે કે, ઘરમાં વડીલના ફોટોઝ લગાવવાથી તેમના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. લોકો કોઈપણ જગ્યાએ ફોટોઝ લગાવે છે. આ પ્રકારે કરવું બિલ્કુલ પણ અયોગ્ય હોય છે. ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાનું રહે છે, જેથી પૂર્વજોના ફોટોઝ પણ વાસ્તુ અનુસાર લગાવવા જોઈએ. આ પ્રકારે ના કરવાથી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પૂર્વજોના ફોટોઝ લગાવવાની યોગ્ય દિશા અને જગ્યા વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

પૂર્વજોના ફોટોઝ લગાવતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન 

  • બેડરૂમમાં ક્યારેય પણ પૂર્વજોના ફોટોઝ ના લગાવવા જોઈએ. રસોડામાં પૂર્વજોના ફોટોઝ લગાવવા તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં કલેશ વધે છે અને સુખ શાંતિનો નાશ થાય છે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગમાં પૂર્વજોના ફોટોઝ ના લગાવવા જોઈએ. આ પ્રકારે કરવાથી માન સમ્માનમાં ઘટાડો થવા લાગે છે. 
  • પૂર્વજોના ફોટોઝ ફ્રેમમાં લગાવીને કોઈ જગ્યા પર રાખવા જોઈએ. દીવાલ પર ફોટોઝ લટકાવવા તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી પિતૃદોષનો સામનો કરવો પડે છે. 
  • જીવિત વ્યક્તિના ફોટોઝ અને મૃત વ્યક્તિના ફોટોઝ પાસે પાસે ના રાખવા જોઈએ. આ પ્રકારે કરવાથી વ્યક્તિની ઉંમર પર નકારાત્મક અસર થાય છે અને ઉંમર ઓછી થઈ જાય છે. 

આ જગ્યાએ પૂર્વજોના ફોટોઝ લગાવો

  • પૂર્વજોના ફોટોઝ ઉત્તર દિશામાં લગાવવા જોઈએ. ઉત્તર દિશાએ ફોટોઝ લગાવવાથી તેમની નજર દક્ષિણ દિશા પર રહે છે, જે યમની દિશા માનવામાં આવે છે. 
  • આ દિશામાં ફોટો લગાવવાથી અકાળ મૃત્યુ અને સંકટનો ભય રહેતો નથી. ઘરના ઉપરના રૂમમાં ઈશાન ખૂણામાં પૂર્વજોના ફોટોઝ લગાવવા તે શુભ માનવામાં આવે છે, જેથી દિશાદોષથી મુક્તિ મળે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ