બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Vaishno Devi incident, Government announces Rs 12 lakh aid to relatives of those death in tragedy

નિર્ણય / તંત્રનું એલાન, વૈષ્ણો દેવીમાં દુર્ઘટનામાં મૃતકોનાં પરિજનોને 12 લાખની મદદની જાહેરાત

ParthB

Last Updated: 11:05 AM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષના પ્રસંગ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 13 લોકોના મોત થયાછે.ત્યારે તંત્ર દ્વારા આ ઘટનામાં જીવ ગુમાનવનાર લોકોના પરિવારજનોને 12 લાખની સહાય જાહેર કરાઈ છે

  • વૈષ્ણો દેવી મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે દુર્ઘટના ધટી હતી જેમાં 13 લોકોએ જીવન ગુમાવ્યા હતાં 
  • PM મોદીએ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાજનો 2 લાખની સહાય જાહેર કરી 
  • J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોના પરિવારજનોને મદદની જાહેરાત કરી 

વૈષ્ણો દેવી મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે દુર્ઘટના ધટી હતી 

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની શુક્રવારે મોડી રાત્રે ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં 13 લોકોના મોત થયાં હતાં જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 

PM મોદીએ ટ્વિટ કરીને શોક વ્યકત કરી સહાયની જાહેરાત કરી હતી.

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી દરેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોના પરિવારજનોને મદદની જાહેરાત કરી   

બીજી તરફ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોદ સિન્હાએ રૂપિયા 10 લાખની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ 2 લાખની સહાય જાહેર કરી છે

પીએમ મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો.

આ ઘટના સવારે 2.45 વાગ્યાની આસપાસ બની હતી - ડીજીપી

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરામાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યા લોકો ઘાયલ થયા છે. આ ઘટના લગભગ સવારે 2:45 વાગ્યે બની હતી અને પ્રારંભિક અહેવાલો મુજબ એક દલીલ થઈ હતી જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી નાસભાગ મચી ગઈ હતી."

મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે

જમ્મુ અને કાશ્મીરના LG કાર્યાલયે માહિતી આપી કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે હેલ્પલાઈન નંબર 01991-234804, 01991-234053 જાહેર કર્યા છે. આ ઉપરાંત, અન્ય હેલ્પલાઇન નંબરો છે - પીસીઆર કટરા - 01991232010/ 9419145182,, પીસીઆર રિયાસી -0199145076/ 9622856295, ડીસી ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ -  01991245763/ 9419839557.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ