બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara, the Municipal Corporation has become a haven for anti-social elements who do not allocate housing

ધાંધિયાખાતું / વડોદરામાં સાયકલ ટ્રેકની જેમ વધુ એક યોજનાનું બાળ મરણ, બારી દરવાજાનું લોખંડ ચોરાઈ ગયું પણ 360 મકાનો બનાવી ફાળવ્યા જ નહીં

Dinesh

Last Updated: 09:17 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં મહાનગરપાલિકાએ 2014-15માં બનાવેલા આવાસની ફાળવણી આયોજનના અભાવે ન કરતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે

  • મહાનગરપાલિકામાં આયોજનનો અભાવ 
  • આયોજનના અભાવે વધુ એક યોજના નિષ્ફળ 
  • 2014-15માં બનાવેલા આવાસની હાલત ખરાબ 


Vadodara news: વડોદરા મહાનગરપાલિકામાં આયોજનના અભાવે વધુ એક યોજના નિષ્ફળ બની છે. 2014-15માં બનાવેલી આવાસ યોજનાની હાલત બિસ્માર થઈ છે.  20 કરોડના ખર્ચે બનાવેલા 360 આવાસની ફાળવણી જ ન કરવામાં આવતા બારી અને દરવાજા પણ ચોરાઈ ગયા છે.  

કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા 
કરોડોના આવાસ ખાલી પડી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે. તો કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના આવાસ જર્જરિત થતા VMCની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો 2008-09માં રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હોમ યોજના શરૂ કરી હતી. યોગ્ય આયોજનના અભાવે આજ દિન સુધી યોજનાનુ કામ પણ પૂર્ણ નથી થયું. બિલ્ડીંગનું કામ પૂરું થાય તે પહેલાં જ બારી-દરવાજા ચોરાઈ જતા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે.

અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા આવાસ 
આપને જણાવીએ કે, 2008-09માં રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હોમ યોજના શરૂ કરી હતી. આજ દિન સુધી આ યોજનાનુ સંપૂર્ણ કામ પૂર્ણ થયું નથી. 25 કરોડના ખર્ચે 244 મકાનો નવાયાર્ડ અને હરણીમાં બની રહ્યા છે. જેમાં નવાયાર્ડમાં 188 મકાનો બની રહ્યા છે તેમજ કોન્ટ્રાકટરને 16 કરોડ પાલિકાએ ચૂકવી પણ દીધા છે. અત્રે જણાવીએ કે, આ મકાન લોકોને ભાડેથી આપવાના હતા. પરંતુ બિલ્ડીંગનું કામ પૂરું થાય તે પહેલાં જ બારી-દરવાજા ચોરાઈ ગયા. ત્યારબાદ બિલ્ડીંગનું કામ પૂરું ન થતાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે, આ બધાની વચ્ચે કોર્પોરેશને મોડે મોડે સિક્યોરિટી ગાર્ડ મૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ