બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara City Youth Congress President Kuldeep Singh Vaghela resigned before the Lok Sabha elections.

રાજકારણ / વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાનું 'ના'રાજીનામું: કહ્યું 'આપણાં જ નેતાઓ ભાજપના ખોળામાં...', ભરતસિંહ સોલંકી પર કર્યા ગંભીર આક્ષેપ

Malay

Last Updated: 02:20 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: લોકસભા ચૂંટણી પહેલા વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, ભરતસિંહ સોલંકી પર કર્યા ગંભીર આક્ષેપ

  • વડોદરા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક રાજીનામું 
  • શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાનું રાજીનામું
  • કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરી રાજીનામું આપ્યું 
  • રાજીનામા પત્રમાં ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ કર્યા 

Vadodara News: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે, અહીં કોંગ્રેસના નેતાએ અચાનક રાજીનામું ધરી દીધું છે, આ પછી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. 

ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા
વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરી રાજીનામું આપી દીધું છે.  કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામા પત્રમાં પણ ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકીના વિશ્વાસું માણસો ભાજપમાં જોડાયા છે. ભૂતકાળમાં જે.વી કાકડીયા પણ ભરતસિંહ સોલંકીના કહેવાથી ભાજપમાં જોડાયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.  

 કુલદીપસિંહ વાઘેલા

'હું હંમેશા કોંગ્રેસ વિચારધારા સાથે વરેલો છું અને રહીશ'
કુલદીપસિંહ વાઘેલાએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ મારી માતૃ સંસ્થા છે. જેમાં નાના બાળકને ઉછેરે તેમ કોંગ્રેસ પરિવારે સામાજિક જીવનમાં મારો ઉછેર કર્યો છે, જેથી હું હંમેશા કોંગ્રેસ વિચારધારા સાથે વરેલો છું અને રહીશ. હું વડોદરા યુવક કોંગ્રેસમાં સૌથી વધુ યુવાઓના મતો મેળવી ચૂંટાયેલો પ્રમુખ છું. હું હવે મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકું, માટે હું વડોદરા શહેર યુથ કોંગ્રેસ પદેથી રાજીનામું આપુ છું. હું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું કાર્યકર અને શુભેચ્છક રહીશ.

રાજીમાપત્રમાં ભરતસિંહ સોલંકી પર કર્યા આક્ષેપ
તેઓએ ભરતસિંહ સોલંકી પર આક્ષેપ કરતા લખ્યું છે કે, ભાજપમાંથી કૂદકો મારી એકપણ વખત કોંગ્રેસ કાર્યાલયનું પગથિયું જોયા વગર પ્રશાંત પટેલને સીધો વડોદરા કોંગ્રેસ પ્રમુખ આપ (ભરતસિંહ સોલંકી)ની અંગત મહેરબાનીથી બનાવી દીધો. વડોદરા કોંગ્રેસના પ્રમુખ તરીકેની બીજી ટર્મ માટે ફરી આપની મહેરબાનીનો વરસાદ થતાં ભાજપમાંથી આવેલા પ્રશાંત પટેલને પ્રમુખ બનાવ્યો. અનિલ પરમાર જેને તમે કોર્પોરેટરની ટિકિટ અપાવી, જીતાડ્યો, વિધાનસભાની ટિકિટ અપાવી. આમ લાયકાતથી વિશેષ બીજા કાર્યકરોના હક્ક ઝૂંટવી તેને આપ્યું તો માત્ર તમારા જ અંગત લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. 

હું મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકુંઃ કુલદીપસિંહ વાઘેલા
તેઓએ લખ્યું છે કે, આ અગાઉ પણ ભરતસિંહના કહેવાથી ધારાસભ્ય જે.વી કાકડીયા ભાજપમાં જોડાયા તેવો આક્ષેપ જે.વી કાકડીયાના પત્ની કરી ચૂક્યા છે. જો આમ જ ચાલવાનું હોય તો કોંગ્રેસ ક્યારેય બેઠી થાય નહીં, જો ભાજપ પ્રેરિત લોકો નેતૃત્વ કરે તો હું મીલીભગત નેતૃત્વ સાથે કામ નહીં કરી શકું, માટે હું વડોદરા શહેર યુથ કોંગ્રેસ પદેથી રાજીનામું આપુ છું. હું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું કાર્યકર અને શુભેચ્છક રહીશ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ