બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના ગામની સીમમાંથી યુવતીની લાશ મળતાં ચકચાર, ગળાને ભાગે ઈજાના નિશાન, હત્યાની આશંકા

ચોંકાવનારુ / વડોદરાના ગામની સીમમાંથી યુવતીની લાશ મળતાં ચકચાર, ગળાને ભાગે ઈજાના નિશાન, હત્યાની આશંકા

Last Updated: 06:56 PM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકોડિયા ગામના એક સ્થાનિક વ્યક્તિએ ખેતરમાં અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાંથી આજે સવારે એક યુવતીની લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સૂમસામ અને એકાંત વિસ્તારમાં આવેલા ખેતરમાંથી મળેલી લાશને જોતા પ્રાથમિક રીતે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મામલો સામાન્ય નથી. ખાસ કરીને ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં મળેલા ઈજાના નિશાન હત્યાની શક્યતા તરફ સંકેત આપી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાંજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, અંકોડિયા ગામના એક સ્થાનિક વ્યક્તિએ ખેતરમાં અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતાં તરત જ પોલીસને જાણ કરી હતી. કોલ મળતા જ વડોદરા તાલુકા પોલીસ, પીઆઇ વિક્રમસિંહ ટાંક, ડીવાયએસપી સ્તરના અધિકારીઓ, એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ પૂર્ણ કરીને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડી હતી.

હાલ યુવતીની ઓળખ હજુ સુધી થઈ નથી, જેના કારણે પોલીસે તપાસને વધુ વ્યાપક બનાવી છે. આસપાસના વિસ્તારમાંના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સાથે જ નજીકમાં રહેતા લોકો તેમજ ખેતરમાં કામ કરતા મજૂરો પાસેથી પણ પૂછપરછ હાથ ધરી છે. યુવતી અહીં કોઈએ લાવી નાખી હતી કે અહીં જ તેને જાનેથી મારી નાખવામાં આવી છે—તે મુદ્દા પર પણ પોલીસ વિભિન્ન દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : 2027ની વસ્તી ગણતરી કરાશે સંપૂર્ણ ડિજિટલ, પરંતુ કેવી રીતે, મેળવો વિગત

પીઆઈ વિક્રમ ટાંકે જણાવ્યું હતું કે, લાશ તપાસતા ગળા અને શરીર પર સ્પષ્ટ ઈજાના નિશાન જોવા મળ્યાં છે, જેથી હત્યાની શક્યતા મજબૂત બની રહી છે. તેમ છતાં, ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલશે. પોલીસે હાલમાં તમામ સંભવિત એંગલથી તપાસ તેજ કરી દીધી છે.

સ્થાનિક અગ્રણી અલ્પેશભાઈએ ઘટનાને લઈને દુઃખ અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અંકોડિયા ગામ છેલ્લા કેટલાક સમયથી નકારાત્મક ઘટનાઓનો સામનો કરી રહ્યું છે. થોડા મહિના પહેલાં પણ એક યુવતી સાથે લૂંટની ઘટના બની હતી અને હવે આ દુઃખદ બનાવ. તેઓએ વધુમાં જણાવ્યું કે ગામના એકાંત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી, જેને લઈને પંચાયત દ્વારા અનેકવાર અરજીઓ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ કારણે એકાંત વિસ્તારો ક્રાઈમ માટે સહેલ બની રહ્યાં છે.

યુવતીની ઓળખ, હત્યાનું કારણ અને આ ઘટનાને અંજામ આપનાર આરોપી અથવા આરોપીઓ કોણ છે—તે અંગે પોલીસ હવે વધુ ચુસ્તાઈથી તપાસમાં લાગી ગઈ છે. આ ઘટના બાદ ગામજનોમાં ફફડાટ અને સુરક્ષા અંગે ચિંતા વધતી જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ankodia village farmland murder case Gujarat police investigation updates adodara unidentified woman dead body
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ