બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2027ની વસ્તી ગણતરી કરાશે સંપૂર્ણ ડિજિટલ, પરંતુ કેવી રીતે, મેળવો વિગત

ટેક્નોલોજી / 2027ની વસ્તી ગણતરી કરાશે સંપૂર્ણ ડિજિટલ, પરંતુ કેવી રીતે, મેળવો વિગત

Priykant Shrimali

Last Updated: 09:37 AM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Census 2027 : 2027ની વસ્તી ગણતરી થશે સંપૂર્ણ ડિજિટલ, આ ભારતની 16મી વસ્તી ગણતરી હશે અને તે બે તબક્કામાં હાથ ધરાશે, અહીં જાણો તમામ વિગતો

Census 2027 : ભારતમાં 2027માં યોજાનારી વસ્તી ગણતરી દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં હાથ ધરવામાં આવશે. ગૃહ મંત્રાલયે લોકસભામાં તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ પ્રક્રિયામાં મોબાઇલ એપ દ્વારા ડેટા સંગ્રહ કરવામાં આવશે અને નાગરિકો માટે વેબ પોર્ટલ મારફતે સ્વ-ગણતરી કરવાની સગવડ પણ ઉપલબ્ધ રહેશે. આ બદલાવ ભારતને યુએસ, યુકે, ઘાના અને કેન્યા જેવા દેશોની સાથે યુક્ત કરે છે, પરંતુ આપણી 1.4 અબજથી વધુ વસ્તી ધરાવતી વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં આ પ્રયત્ન એક મોટો પડકાર પણ છે.

વસ્તી ગણતરીમાં વિલંબ કેમ થયો?

ભારતમાં દરેક દાયકાએ વસ્તી ગણતરી થાય છે. છેલ્લી સંપૂર્ણ વસ્તી ગણતરી 2011માં થઈ હતી. 2021ની ગણતરી COVID-19ને કારણે મુલતવી રાખવામાં આવી અને ત્યારબાદ ચૂંટણી, વહીવટી વિલંબ અને સીમા-ફ્રીઝિંગની સમયમર્યાદા વધારવાના કારણે આ પ્રક્રિયા 2027 સુધી આગળ વાગી ગઈ.

2027ની વસ્તી ગણતરી કેવી રીતે થશે?

આ ભારતની 16મી વસ્તી ગણતરી હશે અને તે બે તબક્કામાં હાથ ધરાશે

  • તબક્કો 1: ઘર યાદી અને મેપિંગ
  • એપ્રિલ – સપ્ટેમ્બર 2026
  • તબક્કો 2: વસ્તી ગણતરી
  • ફેબ્રુઆરી – માર્ચ 2027
  • (બરફથી ઘેરાયેલા વિસ્તારો માટે ખાસ સમયગાળો નક્કી કરવામાં આવશે.)

આ વખતે શું છે નવું?

  • સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા
  • કાગળના ફોર્મની જગ્યાએ ગણતરીકારો સ્માર્ટફોન એપનો ઉપયોગ કરશે. નાગરિકો ઈચ્છે તો વેબ પોર્ટલ દ્વારા સ્વ-વસ્તી ગણતરી પણ કરી શકશે.
  • જાતિ વસ્તી ગણતરી (Caste Census)
  • સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત SC/ST બાદ અન્ય જાતિઓનો ડેટા પણ એકત્ર થશે. છેલ્લી સંપૂર્ણ જાતિ વસ્તી ગણતરી 1931માં થઈ હતી.
  • 16 ભાષાઓમાં સુવિધા
  • એપ્લિકેશન દેશના ભાષાકીય વૈવિધ્યને ધ્યાનમાં રાખીને 16 ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
  • હાઇબ્રિડ વિકલ્પ
  • ઈન્ટરનેટ ન હોય તેવા વિસ્તારોમાં પેપર ફોર્મનો બેકઅપ રહેશે.

ભવિષ્યની નીતિઓ માટે આધાર

આ ડેટાનું ઉપયોગ નીચે જણાવેલ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ રહેશે

  • સીમાંકન (Delimitation) – 2029
  • અનામત નીતિઓ
  • NRC સંબંધિત મુદ્દાઓ
  • મહિલા અનામત અમલ માટે ડેટા આધાર

ડિજિટલ વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવશે?

ગણતરીકારો મોબાઇલ એપ્લિકેશન પર દરેક ઘરમાં જઈ માહિતી દાખલ કરશે. સ્વ-ગણતરી કરનારા નાગરિકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એમાં નીચે મુજબ વિગતો એકત્ર થશે.

  • વ્યક્તિ ક્યાં મળી?
  • જન્મ સ્થાન
  • સ્થળાંતર ઇતિહાસ
  • વર્તમાન નિવાસનો સમયગાળો

સરકાર ફિલ્ડ વર્ક શરૂ થાય પહેલા સત્તાવાર રીતે પ્રશ્નાવલી જાહેર કરશે.

ડિજિટલ વસ્તી ગણતરીના ફાયદા

  • ઝડપથી અને વધુ સચોટ ડેટા
  • ડિજિટલ પ્રક્રિયાથી માહિતી સંકલન ઝડપથી થશે., 10 દિવસમાં પ્રારંભિક આંકડા, 6–9 મહિનામાં અંતિમ ડેટા. (2011માં અંતિમ ડેટા આવવામાં ઘણા વર્ષો લાગ્યા હતા.)
  • વધુ સચોટ પરિણામો
  • જીઓ-ટેગિંગ, GPS વેરિફિકેશન અને ડિજિટલ ચકાસણીથી ગ્રામીણ વિસ્તારો અને સ્થળાંતરિત કામદારોના ઓછી ગણતરીના જોખમમાં ઘટાડો થશે.
  • ખર્ચમાં ઘટાડો
  • ગણતરીકારો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરશે એટલે સરકારે લાખો ટેબ્લેટ ખરીદવાની જરૂર નહીં પડે.

કુલ બજેટ: ₹14,618 કરોડ

રોજગાર: આશરે 2.4 કરોડ માનવ-દિવસનું કામ સર્જાવાનું અનુમાન.

પડકારો અને ગેરફાયદા

  • ડિજિટલ વિભાજન : ભારતની 65% જેટલી વસ્તી જ ઓનલાઈન છે. ઉત્તર-પૂર્વ, પહાડી અને દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટની ઉપલબ્ધતા ઓછી છે, તેથી હાંસિયામાં રહેલા સમુદાયો છૂટી જવાની શક્યતા છે.
  • ડિજિટલ સાક્ષરતાનો અભાવ : 30 લાખથી વધુ ગણતરીકારોને નવી ટેકનોલોજી પર સઘન તાલીમ આપવા પડકારજનક રહેશે. વૃદ્ધ, મહિલાઓ અને સ્થળાંતરિત કામદારોને એપ આધારિત પ્રક્રિયા સમજાવવામાં મુશ્કેલી થશે.
  • સાયબર સુરક્ષા અને ગોપનીયતા જોખમ : જાતિ, સ્થળાંતર અને વ્યક્તિગત માહિતી મોબાઇલ નેટવર્ક મારફતે મોકલાઈ એથી ડેટા લીક, હેકિંગ, સર્વર હુમલા જેવા જોખમો વધી શકે છે. સુરક્ષિત સર્વર, એન્ક્રિપ્શન અને બહુ-સ્તરીય સુરક્ષા જરૂરી બને છે.

આ પણ વાંચો : 'આવા મુદ્દે ધ્યાન આપો, નહીંતર...', SIRની કામગીરી દરમ્યાન BLOને મળતી ધમકી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન

આફ્રિકન દેશોની ચેતવણી

ઘાના, નાઇજીરીયા અને કેન્યા જેવા દેશોમાં ડિજિટલ ગણતરી દરમિયાન નેટવર્ક સમસ્યાઓ, ડેટા અપલોડ વિલંબ, ભૂલ દર, જાહેર વિરોધ જેવા અનુભવો મળ્યા છે. ભારતે આમાંથી શીખવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Census Census 2027 Census Election Commission,
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ