બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આવા મુદ્દે ધ્યાન આપો, નહીંતર...', SIRની કામગીરી દરમ્યાન BLOને મળતી ધમકી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન

ટિપ્પણી / 'આવા મુદ્દે ધ્યાન આપો, નહીંતર...', SIRની કામગીરી દરમ્યાન BLOને મળતી ધમકી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન

Priykant Shrimali

Last Updated: 08:08 AM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court on SIR : મંગળવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો BLOના કામમાં અવરોધ અથવા ધમકીઓના કેસો અમારી નોંધમાં લાવવામાં આવશે તો...

Supreme Court on SIR : દેશભરમાં ચાલી રહેલી (SIR) 2.0 પ્રક્રિયા દરમિયાન પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં બ્લોક લેવલ ઓફિસર્સ (BLOs) અને અન્ય ચૂંટણી અધિકારીઓને મળી રહેલી ધમકીઓ અંગે સુપ્રીમ કોર્ટએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો BLOના કામમાં અવરોધ અથવા ધમકીઓના કેસો અમારી નોંધમાં લાવવામાં આવશે, તો યોગ્ય અને કડક આદેશો આપવા માટે અમે તૈયાર છીએ.

પરિસ્થિતિ ગંભીર, અરાજકતા ફેલાઇ શકે : સુપ્રીમ કોર્ટ

અદાલતે રાજ્યો તરફથી મળતા સહકારના અભાવને ગંભીર ગણાવતા ચેતવણી આપી કે, જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો પરિસ્થિતિ અરાજકતા તરફ વળી શકે છે. EC તરફથી હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ રજૂઆત કરી કે BLO અને અધિકારીઓ સામે ધમકીઓ વધી રહી છે અને જો પરિસ્થિતિ વણસે તો પોલીસની મદદ લેવી અનિવાર્ય બનશે. જોકે ન્યાયાધીશ બાગચીએ સ્પષ્ટ કર્યું કે, ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચ પોલીસ તંત્રને પોતાના નિયંત્રણમાં લઈ શકતું નથી.

BLOનું કામ ડેસ્ક જોબ નથી

તણાવને ઓછો આંકતા મતને નકારી ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે BLOનું કામ માત્ર 30–35 મતદારોની ગણતરી નહીં, પરંતુ ઘરે–ઘરે જઈને વિગતવાર માહિતી એકત્રિત કરી તેને ઓનલાઇન અપલોડ કરવાની કઠિન પ્રક્રિયા છે. તે દેખાય છે તેટલું સરળ નથી.

અરજદારોએ રક્ષણની માંગણી કરી

અરજદાર 'સનાતની સંસદ' તરફથી વરિષ્ઠ વકીલ વી. ગિરીએ અદાલતને માહિતગાર કર્યા કે, SIRમાં જોડાયેલા BLO અને અધિકારીઓ પર હિંસા, ધમકીઓ અને દબાણના અનેક કિસ્સા સામેથી આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચને તેમના રક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન આપવા અદાલતને વિનંતી કરી.

આ પણ વાંચો : કથાવાચક ઈન્દ્રેશ ઉપાધ્યાયની રાણી જેવી પત્ની લગ્ન પછી પણ ન બદલાઈ, જુઓ શું કર્યું, જીતી લીધું દિલ

EC તરફથી હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે, ચૂંટણી પંચ પાસે SIR કાર્યમાં અવરોધો અને ધમકીઓ સામે લડવા પૂરતી બંધારણીય સત્તાઓ છે, પરંતુ રાજ્ય સરકારોના સહકાર વિના પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court BLO operations SIR operations
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ