બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara 31 years old father of two hanged himself due to an online gaming loan and pressure

આત્મહત્યા / 'SORRY માફ કરજો..' સુસાઈડ નોટ લખી ઓનલાઈન ગેમના ચક્કરમાં બે બાળકોના પિતાએ ગળે ફાંસો ખાધો, વડોદરાનો કિસ્સો

Vaidehi

Last Updated: 06:58 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં વડોદરામાં બે સંતાનોના 31 વર્ષીય પિતાએ આપઘાત કર્યો. સુસાઈડ નોટમાં લખ્યું આત્મહત્યાનું કારણ...

  • ગેમના ચક્કરમાં દેવુ થઈ જતા બે બાળકોના પિતાએ કર્યો આપઘાત
  • મૃતક યુવાન પાસેથી મળી આવી સુસાઈડ નોટ
  • પૈસા માટે કેટલાક શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ

વડોદરામાં 2 સંતાનોનાં પિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. માહિતી અનુસાર ગેમનાં ચક્કરમાં દેવું થઈ જવાને કારણે છેલ્લે મૃતક ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં અને આખરે તેણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.  વડોદરામાં રિફાઈનરી રોડ પર ગ્રીનપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. 31 વર્ષીય મૃતક મયુર મહિડાએ સુસાઈડ નોટ પણ લખી છે જેમાં તેણે પોતાને અનુભવાતા પ્રેશરની વાત કરી હતી.

મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ

શા માટે કર્યો આપઘાત?
ઓનલાઈન ગેમ રમવાનાં અને લોન લેવાનાં ચક્કરમાં મૃતક યુવાનને દેવું થઈ ગયું હતું. મૃતકે લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી અપાતી હોવાનો પણ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો હતો. નોટમાં લખેલી આ વાતોથી જાણી શકાય છે કે યુવાન માનસિક રીતે દબાણ અનુભવતો હશે. જો કે સુસાઈડ નોટ મળી આવતાં ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મોટાભાઈએ જણાવ્યું કારણ 
મૃતકનાં મોટાભાઈ કલ્પેશ મહીડાએ જણાવ્યું કે," સુસાઈડ નોટમાં લખ્યું કે મને ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું છે. કારણકે જે વ્યક્તિ મહિનાનાં 20 દિવસ પ્લેનથી બહાર ફરતો હોય..કંપનીમાં સારી નોકરી હોય તે મારોભાઈ સુસાઈડ કરે. આ વારંવાર કોલ આવવાનાં કારણે જ ઘટના બની છે."

સુસાઈડ નોટમાં પિતા અને પત્નીનો ઉલ્લેખ
મૃતકે લખ્યું કે, મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પપ્પા અને આરતી..આરતી તું બંનેને સારી રીતે રાખજે. તેણે લખ્યું કે," મને પણ ઘણું દુખ થાય છે પણ મારા પાસે આ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  Sorry માફ કરજો..."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ