ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ: મૈથિલી ઠાકુર, ઓસમાણ મીરે રેલાવ્યા સૂર

આયોજન / VIDEO: વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ: મૈથિલી ઠાકુર, ઓસમાણ મીરે રેલાવ્યા સૂર

Last Updated: 09:47 PM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાના-રીરી મહોત્સવનો પ્રારંભ: ઐતિહાસિક શહેર વડનગર ખાતે બે-દિવસીય સમારોહમાં સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન

ADVERTISEMENT

ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસો છે. આ નગરી સંગીત, કળા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે. વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના-રીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે. વર્ષ 2003માં વડનગર - તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવ આજે એટલે 10 વેમ્બરે તાના-રીરી મહોત્સવનો પ્રારંભ થયો છે. આવતીકાલે 11 નવેમ્બરે તાના-રીરી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહશે

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ તાના-રીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતીની અનેક ગાથાઓ છે. વધુમાં તેમણે તાના-રીરીની ગાથા વર્ણવી હતી.

આ કલાકારો સંગીતના સૂર રેલાવી રહ્યાં છે

શ્રોતાઓ પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર તથા ઓસમાણ મીર સંગતીની રમઝટ બોલાવી રહ્યાં છે જ્યારે આવતીકાલે પાર્થિવ ગોહિલ,  શશાંક સુબ્રમણ્યમ વગેરે કલાકારોનો સંગીત સમારોહ રમઝટ બોલાવશે.

“નોમતોમતાનારીરી”

ગુજરાતના સંગીત ઇતિહાસમાં ગાયિકા બહેનો તાના-રીરીનું નામ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતમાં આજે પણ રાગનો આલાપ કરતાં પહેલાં “નોમતોમતાનારીરી” ગાવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરી મલ્હાર રાગમાં પારંગત હતી. બંને નાગર બહેનોએ સંગીત સમ્રાટ તાનસેન દ્વારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં જે દાહ ઉત્પન્ન થઈ હતી, તેને શાંત કરી હતી. આ વાતની જાણ બાદશાહ અકબરને થતાં અકબરે તાના અને રીરીને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો, પણ બંને બહેનોએ આ માંગણી સ્વીકારવાને બદલે આત્મબલિદાન આપવાનું પસંદ કર્યું. આવી વીરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ આપવા માટે વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજા ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે, જેમાં સુપ્રસિદ્ધ ગાયકો અને કલાકારો સંગીતના સૂરો રેલાવીને સૌને મંત્રમુગ્ધ કરી દે છે.

એવોર્ડ એનાયત કરાશે

કલા અને કલાકારોને હંમેશા બિરદાવવા માટે તત્પર રહેતા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ આપવાની શરૂઆત કરી હતી. 2010માં પ્રથમ વર્ષે રાષ્ટ્રકક્ષાનો આ એવોર્ડ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે તાનારીરી એવોર્ડ સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. મતી પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરાશે.

 આ પણ વાંચો: ફરવા જાઓ ત્યારે સોશિયલ મીડિયામાં શેર ન કરતાં ફોટો, રાજકોટમાં ચોર ટોળકીની નવી મોડસ ઓપરેન્ડી, ઘરના તાળાં તૂટશે

PROMOTIONAL 12

₹2.50 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાય છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તાના-રીરી મહોત્સવમાં ઉપસ્થિતમાં આયોજન કરાયું છે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને ₹2.50 લાખનો રોકડ પુરસ્કાર, તામ્ર પત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે.

  બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadnagar Tana-Riri Festival Tana-Riri Festival ana-Riri Awards
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ