ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ફરવા જાઓ ત્યારે સોશિયલ મીડિયામાં શેર ન કરતાં ફોટો, રાજકોટમાં ચોર ટોળકીની નવી મોડસ ઓપરેન્ડી, ઘરના તાળાં તૂટશે
Last Updated: 07:11 PM, 10 November 2024
ADVERTISEMENT
જો તમે પ્રવાસે જવાના છો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો થઈ જજો સાવધાન. રાજકોટમાં એક ચોરે સોશિયલ મીડિયા સ્ટેટસ જોઈને 3 દિવસની અંદર બે ઘરોમાં ચોરી કરી છે.
ADVERTISEMENT
પ્રવાસનું સ્ટેટસ ચોર માટે આમંત્રણ સમાન !
ADVERTISEMENT
રાહુલ દાફડા નામનો યુવક પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે જતા પહેલા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂક્યું હતું. જેના આધારે આરોપી ઈરફાન કાદરીએ તેના રાહુલના બંધ મકાનમાં ચોરી કરી હતી. ચોરીની જાણ થતા માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે ઈરફાન કાદરીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગોમતીપુરમાં કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગ મેદાને
ADVERTISEMENT

પોલીસે 3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ADVERTISEMENT
આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના જ ઘરની નીચે રહેતા મિત્રના બંધ મકાનમાં પણ ચોરી કરી હતી. આખરે પોલીસે બંને ચોરીમાં 3.74 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ