બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / uttarakhand Man Celebrates Daughter's 1st Period By Cutting Cake - VIRAL VIDEO

દીકરીનું ઊંચેરું સન્માન / VIDEO : કપલે કેક કાપીને ઉજવ્યો પુત્રીનો પહેલો માસિક ધર્મ, ગાયું 'હેપી પીરિયડ્સ, રંગ લાવશે આ નવી પહેલ

Hiralal

Last Updated: 04:44 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માસિક ધર્મ દુનિયાનો મોટામાં મોટો ધર્મ છે તે વાત ઉત્તરાખંડના પરિવારે સાર્થક કરી દેખાડી છે.

  • ઉત્તરાખંડના પરિવારે દાખલો બેસાડ્યો
  • કેક કાપીને ઉજવ્યો દીકરીનો પહેલો પીરિયડ્સ
  • સાથે ગાયું, હેપી પીરિયડ્સ ટૂ યૂ

મોર્ડન જમાનામાં પણ માસિક ધર્મને (સ્ત્રીઓનો પીરિયડ્સ) અછૂતો ગણવામાં આવે છે પરંતુ માસિક ધર્મ દુનિયાનો મોટામાં મોટો ધર્મ છે તે વાત ઉત્તરાખંડના પરિવારે સાર્થક કરી દેખાડી છે. સમાજનો એક મોટો સંદેશ આપતી આ ઘટનામાં એક પરિવારને દીકરીના પહેલા માસિક ધર્મને એક મોટો ઉત્સવ માન્યો અને બર્થડેની જેમ ખૂબ ધામધૂમથી તેની ઉજવણી કરી હતી. પરિવારનું આ કામ સોશિયલ મીડિયાનું દિલ જીતી ગયું છે. 

ઉત્તરાખંડના પરિવારે તોડ્યું સામાજિક દૂષણ
માતાપિતાનું આ કામ ચોક્કસપણે સમાજની બદી તોડી નાખનારું ગણાય એવે સમયે જ્યારે હજુ પણ મોટા પરિવારો કે લોકો માસિક ધર્મને લઈને સંકોચ અનુભવી રહ્યાં છે અને જ્યારે માસિકમાં બેસે ત્યારે તેઓ દીકરીઓ સાથે ખૂબ અન્યાય કરતા હોય છે. 

ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં બની ઘટના 

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાથી એક સમાચાર આવ્યા છે, જેને જોઇને તમારું દિલ ખુશ થઇ જશે. કેટલાક લોકોને અતિશયોક્તિ પણ લાગી શકે છે, પરંતુ આ ઘટનાના વખાણ થઈ રહ્યા છે. એક કપલે પોતાની દીકરીના પહેલા પિરિયડ પર કેક કાપી હતી. આ કામ કાશીપુર શહેરના રહેવાસી જિતેન્દ્ર ભટ્ટે કર્યું હતું. સોશિયલ મીડિયા પર જિતેન્દ્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જિતેન્દ્રએ કેક તો કાપી જ હતી, સાથે જ પોતાના ઘરને ફુગ્ગાઓથી પણ સજાવી દીધું હતું. તેમનું કહેવું છે કે આમ કરીને તેઓ સમાજને એવો સંદેશો આપવા માગે છે કે 'માસિક ધર્મ એ વિશ્વનો સૌથી પવિત્ર ધર્મ છે'. આ સમાચાર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. કેક કાપતી વખતે જિતેન્દ્ર અને તેના પરિવારે 'હેપ્પી પીરિયડ્સ ટુ યુ' પણ ગાયું હતું.

સંગીત શિક્ષકે તોડ્યું સામજિક કલંક 
જિતેન્દ્ર વ્યવસાયે સંગીત શિક્ષક છે. તેમણે કહ્યું કે, "જ્યારે અમે નાના હતા, ત્યારે અમે વધારે જાણતા ન હતા. જ્યારે અમે સમજી ગયા, ત્યારે અમે જોયું કે જ્યારે કોઈ બાળક અથવા સ્ત્રીને પીરિયડ્સ આવે છે, ત્યારે તેમને ખૂબ જ લઘુતાગ્રંથિથી જોવામાં આવે છે. આ સમયે જો મહિલા કોઈ પણ વસ્તુને સ્પર્શે તો તે વસ્તુને અશુદ્ધ માનવામાં આવતી હતી. તેમના વાસણો અલગ કરવામાં આવ્યા હતા. તે મંદિર કે રસોડામાં જઈ શકતી નહોતી. આવી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે જ્યારે મારી દીકરીને પહેલી વાર પીરિયડ્સ આવ્યા ત્યારે અમે તેને સેલિબ્રેશન તરીકે સેલિબ્રેટ કર્યું હતું. કારણ કે તે અસ્વચ્છ કે ચેપી રોગ નથી. ઉલટાનું, તે ખુશીનો દિવસ છે. આ સમય દરમિયાન, યોગ્ય સ્વચ્છતા રાખવી જોઈએ. સ્થાનિક રહેવાસી અને જિતેન્દ્રની વિદ્યાર્થિની પ્રજ્ઞા ભટનાગરનું કહેવું છે કે તેના ગુરુએ જે કર્યું તેનાથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ. જ્યારે કોઈ પણ સ્ત્રી કે છોકરી પીરિયડ્સ પર હોય, ત્યારે તેમને લઘુતાગ્રંથિથી જોવામાં આવતી હતી. પરંતુ આ પહેલ રંગ લાવશે અને સ્ત્રીઓ અને છોકરીઓને પીરિયડ્સ સાથે સંબંધિત આ ધારણાથી છૂટકારો મળશે.

માસિક ધર્મ પેશાબ કરવા જેટલો સામાન્ય-ગાયનેકોલોજિસ્ટ
ગાયનેકોલોજિસ્ટ ડો.નવપ્રીત કૌરે પણ આ ઉજવણી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે જિતેન્દ્રની આ પહેલ ઘણી સારી છે. લોકો જે રીતે તેને ચેપી રોગ તરીકે ગણે છે તે એકદમ ખોટું છે. આ પેશાબ કરવા જેટલું જ સામાન્ય છે, રોગ નથી. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ રોજ સ્નાન કરીને પૂજા કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ