બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:33 PM, 7 March 2026
ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન વિના કોઈપણ યાત્રાળુ મુસાફરી કરી શકશે નહીં. ભક્તો 19 એપ્રિલથી શરૂ થતી ચારધામ યાત્રા માટે વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા વોટ્સએપ દ્વારા ઘરેથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
ADVERTISEMENT
આ વખતે યાત્રીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના રજિસ્ટ્રેશન વિકલ્પો ઉપલબ્ધ છે. ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે કુલ 50 કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે, તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવી?
ADVERTISEMENT
મોબાઇલ એપ્લિકેશન અથવા WhatsApp દ્વારા કરી શકાશે રજિસ્ટ્રેશન
ADVERTISEMENT
ચારધામ યાત્રા માટે મુસાફરો મોબાઇલ એપ્લિકેશન 'Tourist Care Uttarakhand' નામની ડાઉનલોડ કરીને ઓનલાઇન નોંધણી પણ કરાવી શકે છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર 8394833833 પર WhatsApp મેસેજ મોકલીને પણ કરી શકાય છે.
આ પણ વાંચોઃ અચાનક ધુમાડા નીકળતા ડેપ્યુ. CMના હેલિકોપ્ટરનું કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
ADVERTISEMENT
હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ
યાત્રા સંબંધિત કોઈપણ માહિતી અથવા સમસ્યાઓ માટે, યાત્રાળુઓ ઓફિશિયલ હેલ્પલાઇન નંબર 0135-1364 પર સંપર્ક કરી શકે છે.
ADVERTISEMENT
ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે શ્રદ્ધાળુ
પહેલા જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 23 હજાર 788 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી હતી અને આ આંકડો સતત વધી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.