બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BOIથી લઇને ઇન્ડિયન આર્મી સુધી..., આ જ સપ્તાહમાં બંધ થઇ જશે 7 મોટી ભરતીઓ

તક / BOIથી લઇને ઇન્ડિયન આર્મી સુધી..., આ જ સપ્તાહમાં બંધ થઇ જશે 7 મોટી ભરતીઓ

Priyankka Triveddi

Last Updated: 11:36 AM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weekly Government Bharti 2025 : સરકારી નોકરી માટે જો તમારે પણ એપ્લાય કરવાનું રહી ગયું હોય તો નોટ કરી લે જો કે આ ભરતીઓની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે.

Weekly Government Bharti: સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારી સમયસર ભરવી ખૂબ જરૂરી છે. આ અઠવાડિયે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી (GPHC) , ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ, ઇન્ડિયા ઓઇલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત 7 ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. જો તમે આ ભરતીઓની રાહ જોઈ રહ્યા છો પરંતુ હજુ સુધી ફોર્મ ભર્યું નથી તો હવે વધારે રાહ જોયા વગર પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયાને પૂરી કરી લો.

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (GPHC)

ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વિવિધ એન્જીનિયર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અધીક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની કુલ 8 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. ઉમેદવારો આજે 15 ડિસેમ્બર 2025 રાત્રે 11.59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આજે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગની ભરતી માટે અરજી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા લીગલ એડવાઈઝર એટલે કે કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે. વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 20-12-2025ના રોજ રાખવામાં આવ્યું છે.

ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ

જો તમે ભારતીય સેનામાં જોડાવા અને નોકરી પર શીખવા માંગતા હોવ તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય સેનાએ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ (IAIP) માટે ઉમેદવારી મંગાવી છે. આ ઇન્ટર્નશિપ એવા યુવાનોને તક આપે છે જેઓ લાઇવ પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેક મિશન પર આર્મી સાથે કામ કરી શકે. B.E./B.Tech ડિગ્રી (કમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ/IT/ECE) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2025 છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

જે ઉમેદવારો બેંકમાં કામ કરવા માંગે છે. તેમના માટે તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) ભરતી માટે પણ અરજી કરી શકે છે. બેંક તેના કૃષિ, ગ્રામીણ વિકાસ અને નાણાકીય સમાવેશ વિભાગ, સેન્ટ્રલ ઓફિસ માટે BC સુપરવાઈઝરની ભરતી કરી રહી છે. નિવૃત્ત અને યુવાન બંને ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 20 ડિસેમ્બર, 2025 છે. આ સમય પછી સબમિટ કરેલી અરજીઓ માન્ય રહેશે નહીં.

ઇન્ડિયન ઓઇલ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) પાસે 12મા ધોરણની લાયકાત, ITI લાયકાત, ડિપ્લોમા લાયકાત અને સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખુલ્લી એપ્રેન્ટિસશીપ ખાલી જગ્યાઓ છે. એપ્રેન્ટિસશીપ દ્વારા પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની મુદત 18 ડિસેમ્બર 2025 ના રોજ બંધ થશે. પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. પસંદગી ફક્ત ગુણના આધારે કરવામાં આવશે.

મેનેજમેન્ટ ટ્રેઇની

સારી નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF) માં અરજી કરી શકે છે. ભારત સરકારની આ નવરત્ન કંપનીએ મેનેજમેન્ટ ટ્રેઇની (સેફ્ટી) ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો 20 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. એક વર્ષના તાલીમ સમયગાળા દરમિયાન માસિક પગાર 60,000 અને ત્યારબાદ 40,000-1,40,000 રહેશે.

આ પણ વાંચો: સરગવાના પાન તમારા શરીરમાંથી કરી દેશે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને દૂર, આ રીતે કરો ઉપયોગ

vtv app promotion

OICL AO ભરતી 2025 જાહેર વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL) એ વહીવટી અધિકારી (AO) પદો માટે 300 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 છે. લાયકાતમાં સ્નાતક અને 21 થી 30 વર્ષ વચ્ચેની ઉંમરનો સમાવેશ થાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Bharti Last Date સરકારી ભરતી 2025 Weekly Government Bharti
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ