બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવાની ડેડલાઈન નજીક, ઘરબેઠા આ રીતે કરો એડ્રેસ સહીત દરેક જાણકારી અપડેટ
Last Updated: 05:22 PM, 23 May 2025
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ગયા વર્ષે આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા બહાર પાડી હતી. મફત આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ 14 જૂન 2025 છે. આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ રેગ્યુલેશન 2016 મુજબ આધાર કાર્ડ ધારકો માટે આધાર બનાવ્યા બાદ દર 10 વર્ષે તેમની ઓળખ અને સરનામાનો પુરાવો અપડેટ કરવો ફરજિયાત છે. 14 જૂન 2025ની અંતિમ તારીખ બાદ મફતમાં આધાર અપડેટ નહીં કરી શકાય. અને કાર્ડધારકોએ આધાર કેન્દ્રમાં જઈને તેમની માહિતી અપડેટ કરવી પડશે.
ADVERTISEMENT
જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ નથી કરાવી, તો કોઈ વાંધો નથી. તમે એક રીતથી 50 રૂપિયાની સ્ટાન્ડર્ડ ફી બચાવી શકો છો. તમારે ફક્ત myAadhaar પોર્ટલ દ્વારા ફ્રી અપડેટ કરવાનું રહેશે. તેની પ્રોસેસ એકદમ સરળ છે અને તમે ફિઝિકલ કેન્દ્રની મુલાકાત લીધા વગર પણ તમારી માહિતી અપડેટ કરી શકો છો.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વેબસાઇટ ફક્ત JPEG, PNG અને PDF ફાઇલોને જ સપોર્ટ કરે છે. આ સિવાય ફાઇલોની સાઈઝ 2MB કરતા ઓછી હોવી જોઈએ. જો તમે તમારી અન્ય વિગતો જેમ કે ફોટો અને બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માંગતા હોવ તો તમારે આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર પર જવું પડશે. કેમ કે, બાયોમેટ્રિક વિગતો ઓનલાઈન અપડેટ થતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.