બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટના નિયમોમાં થશે ફેરફાર, જાણો આમ આદમીને શું અસર થશે?

કામની વાત / 1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટના નિયમોમાં થશે ફેરફાર, જાણો આમ આદમીને શું અસર થશે?

Published By: Priyankka Triveddi

Last Updated: 11:26 AM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો આગામી 1 એપ્રિલથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જો તમે આ ફેરફાર નહીં કરો તો તમારૂ ઓનલાઈન પેમેન્ટ બંધ થઈ શકે છે. સંપૂર્ણ માહિતી વાંચો એક ક્લિકે..,

RBI New Rules: નવા મહિનાની શરૂઆત સાથે નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓનલાઈન પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેથી ફોર્ડ કે હેકિંગથી લોકોને સેફ રાખી શકાય. શું છે આ ફેરફારો વાંચો વિગતે.

ઓનલાઈન પેમેન્ટ માટે 2FA હવે ફરજિયાત

એપ્રિલ 2026થી તમામ ઓનલાઈન ચુકવણી માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત બનશે. અત્યાર સુધી ઘણા વપરાશકર્તાઓ UPI, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને ડિજિટલ વોલેટ દ્વારા માત્ર OTP દાખલ કરીને ટ્રાન્ઝેક્શન પૂરું કરતા હતા. પરંતુ હવે આ પદ્ધતિમાં બદલાવ આવશે. નવા નિયમો મુજબ દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછી બે અલગ-અલગ ચકાસણી પ્રક્રિયા જરૂરી રહેશે. તેમાં મોબાઇલ પિન, UPI પિન, ફિંગરપ્રિન્ટ, ફેસ ID, ડાયનેમિક OTP અથવા પાસવર્ડ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આમાં એક ચકાસણી પદ્ધતિ દરેક ટ્રાન્ઝેક્શન માટે અલગ અને અનન્ય હોવી જરૂરી રહેશે. જેથી સુરક્ષા વધુ મજબૂત બને.

બધા ડિજિટલ પેમેન્ટ્સ પર લાગુ થશે નિયમો

આ નવા નિયમો તમામ સ્થાનિક ડિજિટલ પેમેન્ટ્સ પર લાગુ પડશે. જેમાં UPI, કાર્ડ પેમેન્ટ, નેટ બેંકિંગ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ થાય છે. વિદેશી વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન પર કરવામાં આવતી ચુકવણીઓ માટે આ નિયમો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. RBIના જણાવ્યા અનુસાર, ડિજિટલ પેમેન્ટ્સમાં ઝડપથી વધારો થયો છે. પરંતુ સાથે સાથે ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગના બનાવોમાં પણ વધારો થયો છે. ખાસ કરીને SMS આધારિત OTP હવે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. કારણ કે હેકર્સ તેને સરળતાથી અવરોધી શકે છે. આથી નવા નિયમો ફિશિંગ અને અનધિકૃત ટ્રાન્ઝેક્શનને રોકવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

UPI-NEW-LOGO

સામાન્ય લોકો માટે શું બદલાશે?

આ નવા નિયમોનો સીધો અસર સામાન્ય વપરાશકર્તાઓ પર પણ પડશે. હવે દરેક ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે વધારાની ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે. જેના કારણે થોડો સમય વધુ લાગી શકે છે. પરંતુ આ પગલાં સંપૂર્ણપણે વપરાશકર્તાની સુરક્ષા માટે છે. ખાસ વાત એ છે કે જો કોઈ છેતરપિંડીભર્યો ટ્રાન્ઝેક્શન થાય અને બેંક અથવા પેમેન્ટ કંપની સુરક્ષા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકને કોઈ નુકસાન નહીં થાય અને બેંકને સંપૂર્ણ રકમ પરત આપવી પડશે. આથી ગ્રાહકો માટે સુરક્ષા વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: 10 પાસ ઉમેદવારો માટે નોકરીની વધુ એક તક, જાણો અરજીની છેલ્લી તારીખ

બેંકો અને યુઝર્સ માટે મહત્વની સૂચનાઓ

આ બદલાવને ધ્યાનમાં રાખીને Paytm, Google Pay અને PhonePe જેવી ડિજિટલ પેમેન્ટ કંપનીઓએ તેમની સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર પડશે. યુઝર્સને પણ પોતાની બેંકિંગ અને UPI એપ્લિકેશન્સ 1 એપ્રિલ, 2026 પહેલાં અપડેટ રાખવી જરૂરી રહેશે. ઉપરાંત, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી સુવિધાઓ સક્રિય રાખવી જોઈએ. RBI દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ક્યારેય પોતાનો PIN, OTP અથવા પાસવર્ડ અન્ય કોઈ સાથે શેર ન કરે અને શંકાસ્પદ લિંક્સ અથવા મેસેજથી દૂર રહે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં લોકો નિર્ભય થઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

two factor authentication RBI New Rules online payment security

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ