બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર એક્ઝામે સરકારી નોકરી, એ પણ હવામાન વિભાગમાં, જાણો લાયકાતથી લઇને અંતિમ તારીખ

તમારા કામનું / વગર એક્ઝામે સરકારી નોકરી, એ પણ હવામાન વિભાગમાં, જાણો લાયકાતથી લઇને અંતિમ તારીખ

Vidhata Gothi

Last Updated: 03:16 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Jobs 2025: ભારતીય હવામાન વિભાગે કેટલાય પદ પર ભરતી બહાર પાડી છે. એટલે કે હવામાન વિભાગમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે સરકારી અધિકારી બનવાની તક છે. ચાલો જાણીએ આ પદ પર ભરતી પ્રક્રિયા અને પગાર, શૈક્ષણિક લાયકાતની વિગતો.

IMD Jobs 2025: ભારતીય હવામાં વિભાગ (IMD)માં સરકારી નોકરીની સોનેરી તક આવી ગઈ છે. IMDએ વિવિધ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે જ આ પદ પર ભરતી માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ પદ પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 56,000 રૂપિયાથી 1.23 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. એટલે કે પસંદ કરાયેલા ઉમેદવારોનું વાર્ષિક પેકેજ 6 લાખથી 13 લાખ રૂપિયા સુધીનું રહેશે. ચાલો જાણીએ IMDએ કયા પદો માટે અરજીઓ મંગાવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. સાથે જ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વિગતો પણ જાણી લો.

14 ડિસેમ્બર સુધીમાં કરો ઓનલાઈન અરજી

IMD એ વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત નંબર 02/2025 IMD જારી કરી છે. અરજી પ્રક્રિયા 24 નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. IMDની ઓફિશિયલ વેબસાઇટ, https://mausam.imd.gov.in/ પર Recruitment સેક્શનમાં ઉપલબ્ધ લિંક દ્વારા છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ કરી શકાય છે. લિંક પર ક્લિક કરીને, ઉમેદવારે પહેલા વ્યક્તિગત વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરવું પડશે. આ પછી ઉમેદવારે તેમના શિક્ષણની વિગતો આપવી પડશે.

134 પદ પર ભરતી

IMDએ કુલ 134 પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. IMDએ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ જેવા પદો માટે અરજીઓ મંગાવી છે. B.Tech/B.E./M.Sc./M.E./M.Tech., B.Sc. અને B.A. ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદ પર ભરતી માટે અરજી કરી શકે છે.

vtv app promotion

જોકે, ફિઝિક્સ/મેથેમેટિક્સ/મેટ્રોલોજી અથવા એટમોસફિરિક સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં ઓછામાં ઓછા 60% માર્કસ હોવા જરૂરી છે. જુદી-જુદી પોસ્ટ પ્રમાણે, શૈક્ષણિક લાયકાત જુદી-જુદી છે. અરજીઓ માટેની વય મર્યાદા પદના આધારે 30 થી 50 વર્ષ છે.

જુઓ ઓફિશિયલ નોટિફિકેશન

પગારની વાત કરીએ તો, પદ પ્રમાણે પગાર 29200થી 123100 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે. પગાર ઉપરાંત, HRA પણ આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો: મતદાર યાદી અપડેટના નામે, જો-જો કોઇને OTP ના આપી દેતા, આ રીતે બચો Scamથી

પસંદગી પ્રક્રિયા

IMD દ્વારા ભરતી કરવામાં આવી રહેલી 134 જગ્યાઓ માટે કોઈ પરીક્ષા નહીં લેવાય. નોટિફિકેશન પ્રમાણે, આ જગ્યાઓ માટેની અરજીઓ પહેલા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી એક ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જેના આધારે મેરિટ નક્કી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Meteorological Department IMD Jobs 2025 Government Jobs
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ