બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મતદાર યાદી અપડેટના નામે, જો-જો કોઇને OTP ના આપી દેતા, આ રીતે બચો Scamથી
Last Updated: 11:45 AM, 24 November 2025
દેશના ઘણા ભાગોમાં હાલમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે જઈને મતદારો પાસેથી SIR ફોર્મ ભરાવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રિમીનલ્સ પણ આ સત્તાવાર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને લોકોને તેમની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયબર ગઠિયાઓ વેરિફિકેશન ટીમના અધિકારી બનીને લોકોને ફોન કરી રહ્યા છે અને વેરિફિકેશન માટે તેમનો OTP શેર કરવાનું કહે છે. જણાવી દઈએ કે આ સંપૂર્ણપણે એક સ્કેમ છે, અને SIR પ્રક્રિયામાં OTPની કોઈ જરૂર નથી પડતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી અપડેટ કવાયતમાં OTPની જરૂર નથી પડતી. આમાં BLOs ઘરે ઘરે જઈને SIR ફોર્મ ભરી રહ્યા છે. તેમની પાસે તમારો ફોન નંબર અને આધાર વિગતો માંગવાનો અધિકાર છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા માટે OTPની કોઈ જરૂર નથી પડતી. તેથી, જો કોઈ તમને ફોન કરે અને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે OTP શેર કરવાનું કહે, તો સાવધાન થઈ જવું જોઈએ.

ADVERTISEMENT
તાજેતરના સ્કેમમાં સાયબર ગુનેગારો ફોર્મ વેરિફિકેશન માટે ફોન કરીને OTP માંગે છે. આ OTP મતદાર યાદી અપડેટ કરવા માટે જરૂરી નથી. સ્કેમર્સ આ OTPનો ઉપયોગ કરીને કોઈ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરી શકે છે અથવા તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે. તેથી, આ સ્કેમથી સાવધાન રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સરકાર ગરીબોને દર મહિને આપે છે 5000 રૂપિયાનું પેન્શન, જાણો કેવી રીતે મળશે લાભ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.