બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલો, નહીંતર ખાવી પડશે જેલની હવા
Last Updated: 12:14 AM, 3 September 2025
Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. માટે મોટાભાગની જગ્યાઓ પર આપણને તેની જરૂર પડે છે. હકીકતે તેનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા, ઓળક પત્ર તરીકે, બેકિંગ સેવાઓ અને અહીં સુધી કે મોબાઈલ સિમ ખરીદવા માટે પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઘણી વખત લોકો ભૂલથી તેમના આધારમાં ખોટી માહિતી આપે છે, પરંતુ શું તમે જાણો છો કે આધારમાં ખોટી માહિતી આપવી અથવા તેનો દુરુપયોગ કરવો એ કાનૂની ગુનો છે અને જેલની સજા થઈ શકે છે?

ADVERTISEMENT
કોઈ વ્યક્તિ જાણી જોઈને પોતાના આધાર કાર્ડમાં ખોટું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અથવા અન્ય વ્યક્તિગત માહિતી દાખલ કરે છે, તો તે ગુનો છે. કોઈ બીજાની ઓળખનો દુરુપયોગ કરે અથવા નકલી દસ્તાવેજોની મદદથી આધાર મેળવવાનો પ્રયાસ કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
એ નોંધનીય છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજાના આધાર નંબર અથવા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરે છે ત્યારે આ ગુનો વધુ ગંભીર બની જાય છે.
ADVERTISEMENT

કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈ બીજાના આધારનો ઉપયોગ કરતા પકડાય છે, તો તેને 10 હજારથી એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તેને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.
ADVERTISEMENT
આધાર કાયદા 2016 અને આઇટી કાયદા બંને હેઠળ આધારના દુરુપયોગ માટે સજાની જોગવાઈ છે. કોઈ આધારનો દુરુપયોગ કરે તો આ બંને કાયદાઓ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
આ ઉપરાંત કોઈ વ્યક્તિ પરવાનગી વિના આધાર માહિતી એકત્રિત કરે છે અથવા શેર કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે અને તેને ત્રણ વર્ષની જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમારા કામનું / જિયોનો સુપરહિટ પ્લાન, અનલિમિટેડ 5G ડેટા-કોલિંગની સાથે ફ્રી OTT સબસ્ક્રિપ્શન
ADVERTISEMENT
કેવી રીતે બચવું?
બીજાના આધારનો ઉપયોગ ન કરો. ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મમાં ખોટી માહિતી ન આપો. બનાવટી દસ્તાવેજોથી આધાર બનાવવાનો પ્રયાસ ન કરો. કોઈપણ અનધિકૃત વેબસાઇટ કે વ્યક્તિને આધાર વિગતો ન આપો.
ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આધાર કાર્ડમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને અન્ય જાણકારીને તમે ઓનલાઈન બદલી શકો છો પરંતુ જો તમને પોતાનો ફોટો બદલવો છે તો તમારે તેના માટે આધાર સેવા કેન્દ્ર કે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.