બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ખરેખર બંધ થઈ જશે ₹500ની નોટ? જાણો વાયરલ દાવાનું અસલી સત્ય
Last Updated: 02:05 PM, 3 January 2026
સોશિયલ મીડિયા પર એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે 500 રૂપિયાની નોટ બંધ થવાની છે. મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે સરકાર માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી દેશે. જો કે હવે આના પર સરકારનો જવાબ આવ્યો છે. સરકારી સંસ્થા PIBએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ મેસેજને નકારી દીધો છે.
ADVERTISEMENT
RBI to stop ₹500 notes from ATMs by March 2026❓🤔
— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026
Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:
❌This claim is #fake!
✅ @RBI has made NO such announcement.
✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf
PIBએ પોતાનો ફેક્ટ ચેક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરવા જોવી કોઈ જાહેરાત કરી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. 500 રૂપિયાની નોટ હજુ પણ માન્ય છે અને કોઈ પણ લેવડદેવડ માટે વાપરી શકાય છે. લોકો આવી આફવા પર ધ્યાન ન આપે.
ADVERTISEMENT
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ જણાવ્યું કે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરી દેશે. આ દાવો ખોટો છે! RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. PIBએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે આવા અહેવાલો પર વિશ્વાસ કરતાં પહેલા તેની હકીકત ચેક કરી લે અને ક્યારેય ફેક ન્યૂઝ ફોરવર્ડ ન કરે. 500 રૂપિયાની નોટ હજુ પણ ચલણમાં છે અને માન્ય છે.

ADVERTISEMENT
જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે 500 રૂપિયાની નોટને લઈને આવી કોઈ અફવા વાયરલ થઈ રહી છે. આ અગાઉ પણ ઘણીવાર આવી ખોટી પોસ્ટ કે અહેવાલો આવ્યા છે કે 500 રૂપિયાની નોટ બંધ થવાની છે. જો કે પીઆઈબી અને સરકાર તરફથી દર વખતે આના પર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: PAN Cardમાં ખોટું નામ-એડ્રેસ છપાઇ ગયું છે? તો આ રીતે સુધારો ઘરે બેઠાં, જાણો સ્ટેપ્સ
ADVERTISEMENT
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ પણ સંસદમાં માહિતી આપતા કહ્યું હતું કે 500 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. તેમણે 100 અને 200 રૂપિયાની નોટ પર પણ અપડેટ આપતા કહ્યું હતું કે 500 રૂપિયાની નોટની સાથે જ 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટ પણ ATMથી કાઢી શકાય છે. તેમણે 500 રૂપિયાની નોટને પાછી ખેંચવાની વાતને પણ નકારી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.