બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PAN Cardમાં ખોટું નામ-એડ્રેસ છપાઇ ગયું છે? તો આ રીતે સુધારો ઘરે બેઠાં, જાણો સ્ટેપ્સ

કામની વાત / PAN Cardમાં ખોટું નામ-એડ્રેસ છપાઇ ગયું છે? તો આ રીતે સુધારો ઘરે બેઠાં, જાણો સ્ટેપ્સ

Jinal Chauhan

Last Updated: 01:25 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાનકાર્ડમાં નામ કે એડ્રેસ ખોટું હોય તો હવે તમારે સરકારી ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. જો તમે ઘરે બેઠા NSDL કે UTISLની વેબસાઈટ દ્વારા સરળતાથી સુધારો કરી શકે છે. જેના માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

આજના સમયમાં પાનકાર્ડ એક દસ્તાવેજ નથી પણ તમારી આર્થિક ઓળખનો સૌથી મહત્વનો હિસ્સો બની ચુક્યો છે. ભલે તમે કોઈ નવી કંપનીમાં નોકરી શરૂ કરી રહ્યા હોય, શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે બ્રોકરેજ એકાઉન્ટ ખોલવું હોય કે પછી ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય કે પાનકાર્ડ વગર આ કામ અશક્ય છે. આપણા નાણાકીય જીવનની એક એવી ચાવી છે જેના વગર ઘણા જરૂરી તાળા નહીં ખુલે.

પણ તકલીફ ત્યારે પડે જ્યારે આ દસ્તાવેજમાં કોઈ માહિતી ખોટી ભારઈ જાય. ઘણી વખત નામનો સ્પેલિંગ ખોટો હોય કે જૂનુ એડ્રેસ કે પછી જુનો મોબાઈલ નંબર. ખોટી માહિતી હોય તો આપણે પાનકાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી અને ઘણી વખત જરૂરી કામ અટકી જાય છે. જો કે રાહતની વાત તો એ છે કે હવે આ ભૂલો સુધારવા માટે તમારે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. હવે તમે ઘરે બેઠા આ કામ સરળતાથી કરો છો.

pan-card

આ બે વેબસાઇટ્સથી થઈ જશે કામ

આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોની સુવિધા માટે ઓનલાઈન સુધારા કરવાની વ્યવસ્થા કરી છે. જો તમારા કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તમે NSDL અથવા UTIITSL ની ઓફિશીયલ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો. આ પ્રોસેસ ઓનલાઈન થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ખાતામાં દર મહિને પગાર આવી જાય છે? તો જાણી લો સેલરી એકાઉન્ટને લગતા 10 એક્સ્ટ્રા ફાયદા

પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજો

  • તમારા PAN કાર્ડ પર નામ, સરનામું અથવા જન્મ તારીખ બદલવા માટે તમારે એક વ્યવસ્થિત પ્રોસેસનું પાલન કરવું પડશે.
  • સૌથી પહેલા તમારે NSDL અથવા UTIITSL ની ઓફિશીયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જ્યાં તમને "PAN માં ફેરફારો/સુધારણા" ઓપ્શન દેખાશે.
  • ત્યારબાદ એક ફોર્મ ખુલશે જ્યાં તમારે તમારા PAN નંબર, નામ, જન્મ તારીખ અને ઇમેઇલ સરનામું સહિત તમારી મૂળભૂત વિગતો ભરવાની રહેશે.
  • એકવાર તમે આ માહિતી સબમિટ કરી લો પછી તમારા માટે 15-આંકડાનો અનન્ય ટોકન નંબર જનરેટ થશે.
  • હવે તમારે તે વિકલ્પ પસંદ કરવો પડશે જે તમે બદલવા માંગો છો.જેમ કે, જો તમે તમારું નામ સુધારવા માંગતા હોવ તો નામની બાજુના બોક્સને ચેક કરો અને સાચું નામ દાખલ કરો.
  • માહિતી અપડેટ કર્યા પછી તમારે તમારી ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આમાં સરનામાનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો, તમારો ફોટો અને સહી વગેરે શામેલ હોઈ શકે છે.
  • આ બધી પ્રોસેસ પછી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. સબમિટ કર્યા પછી ‘Acknowledgement Slip’ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આ સ્લિપનો ઉપયોગ ભવિષ્યમાં તમારી અરજીનું સ્ટેટ ચેક કરવા માટે થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN Card PAN Correction UTIITSL
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ