બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમે પણ પાયલોટ બનવા માંગો છો? કેવી રીતે મળશે તક? જાણો પગારથી લઈને તમામ ડિટેઈલ
Last Updated: 02:32 PM, 16 April 2025
પાયલોટ બનવું એ એક ઇન્ટરેસ્ટિંગ અને હાઇ સેલરી વાળું જોબ પ્રોફાઇલ છે. 12 માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી ફ્લાઈંગ ટ્રેનીગ લઈને તમે કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવી શકો છો. ભારતમાં ઘણી જગ્યાએ ફ્લાઇંગ સ્કૂલથી ટ્રેનિંગ લઈને તમે લાખોની સેલરી અને શાનદાર સુવિધાઓ મેળવી શકો છો.
ADVERTISEMENT
પાયલોટ બનવા માટે યોગ્યતા
ભારતમાં પાયલોટ બનવા માટે સૌ પ્રથમ તમારે સાયન્સ સ્ટ્રીમ (વિજ્ઞાન પ્રવાહ) (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત) સાથે 12 મું ધોરણ પાસ કરવું પડશે. આ પછી તમારે DGCA ( Directorate General of Civil Aviation) દ્વારા માન્યતા પ્રાપ્ત ફ્લાઈંગ સ્કૂલમાંથી તાલીમ લેવી પડશે.
ADVERTISEMENT
વિદ્યાર્થી પાયલોટ લાઇસન્સ (SPL)
સૌપ્રથમ બેઝિક પરીક્ષા પાસ કરીને Student Pilot License મેળવવું પડશે. આ માટે ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ હોય છે.
ખાનગી પાયલોટ લાઇસન્સ (PPL)
આ પછી 40-50 કલાકની ઉડાન ટ્રેનિંગ પૂરી કર્યા પછી Private Pilot License મળે છે. જેમાં બેઝિક ફળીયાઇન્ગ સ્કિલ શીખવવામાં આવે છે.
કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (CPL)
આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. આ માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 200 કલાક ઉડાન ભરવી પડે છે અને DGCA દ્વારા નિર્ધારિત થિયરી પરીક્ષાઓ પાસ કરીને Commercial Pilot License મેળવી શકાય છે.
ભારતની મુખ્ય ફ્લાઈંગ સ્કૂલ
પાયલોટ બનવા માટે લાગતો સામે અને ખર્ચ
પાયલોટ બનવા માટે સામાન્ય રીતે 25 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત જો હવામાન અને ટ્રેનીનફ શિડ્યુલ બરાબર રહે તો આ કોર્સ લગભગ 18 મહિનાથી 2 વર્ષમાં પૂરો કરી શકાય છે.
પાયલોટને મળતી સુવિધા અને સેલરી
કોમર્શિયલ પાયલોટનો પગાર શરૂઆતના સ્તરે દર મહિને 1.5 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. જોકે અનુભવ વધતાં તે 8 લાખથી 10 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પાઇલટ્સ માટે.
પાયલોટને આપવામાં આવતી સુવિધાઓ
વધુ વાંચો:
પાયલોટ બનવું એ એક સપનું અને રિસ્પેક્ટએડ કરિયર છે. જેમાં સખત મહેનત તેમજ મોટા રોકાણની જરૂર પડે છે.પણ એકવાર તમે સફળ પાયલોટ બની જાઓ છો તો તમને સારો પગાર અને જીવનમાં ઉંચી ઉડાન મળે છે. જો તમારું પણ આકાશને સ્પર્શવાનું સ્વપ્ન છે તો આજથી જ તેની તૈયારી શરૂ કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.