બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Using a torn purse is considered very inauspicious in Vastu Shastra

વાસ્તુ ટિપ્સ / ફાટેલા પર્સને તમે માનો છો લક્કી? ફેંકવાની જગ્યાએ કરી નાખો આ કામ, પાકીટમાં પૈસા નહીં ખૂટે

Kishor

Last Updated: 11:53 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં ફાટેલા પર્સનો ઉપયોગ કરવો ખૂબ અશુભ ગણવામાં આવ્યો છે. તેવું માનવામાં આવે છે કે ફાટેલું પર્સ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

  • વાસ્તુશાસ્ત્રમાં પર્સ અને પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો
  • વાસ્તુશાસ્ત્રમાં ફાટેલા પર્સનો ઉપયોગ કરવો ખૂબ અશુભ ગણવામાં આવ્યો છે
  • નકામા કાગળ પર્સથી દૂર રાખવા જોઈએ

વાસ્તુશાસ્ત્રમાં દરેક સમસ્યાના સમાધાન સાથે રૂપિયા કઈ રીતે કમાવા તે માટેના પણ અનેક રસ્તાઓ જણાવવામાં આવ્યા છે. દિવસ રાત મહેનત કરવા છતાં પણ પૈસા ન ટકતા હોવા સહિતની અનેક સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં પર્સ અને પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ. 

ફાટેલું પર્સ ફેંકવાની જગ્યાએ આ રીતે કરો ઉપાય, થઈ જશો માલામાલ | do not throw  your old wallet or purse jyotish shastr say this things to do first

ફાટેલા પર્સનો ઉપયોગ કરવો ખૂબ અશુભ

વાસ્તુશાસ્ત્રમાં ફાટેલા પર્સનો ઉપયોગ કરવો ખૂબ અશુભ ગણવામાં આવ્યો છે. તેવું માનવામાં આવે છે કે ફાટેલું પર્સ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તેના કારણે વ્યક્તિ ગરીબ બનતો જાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે લોકો ફાટેલા પર્સનો ઉપયોગ કરતા હોય છે તેઓ આર્થિક સંકટ પણ ભોગવતા હોય છે. બીજી બાજુ પર્સ ક્યારેય વધારે ભરેલું પણ ન રાખવું જોઈએ અને નકામા કાગળ પર્સથી દૂર રાખવા જોઈએ. 

જુના પર્સનો કરો આ રીતે ઉપયોગ
એવું પણ માનવામાં આવે છે કે પર્સમાં વધુ કાગળનો કચરો રાખવાથી ગરીબી આવી શકે છે. તેથી સ્વચ્છ અને નવું પર્સ રાખવુ જોઈએ. વધુમાં અમુક લોકોને જુના પર્સ સાથે લગાવ હોય છે અને તેઓ ફેંકવા માંગતા નથી. ત્યારે એ જુના પર્સની તમામ વસ્તુઓ નવા પર્સમાં રાખી અને જુના પર્સને લાલ કપડામાં લપેટી એક રૂપિયાનો સિક્કો રાખવો વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસે તેવું જણાવાયું છે. જૂનું પર્સ લકી હોય છે તો તેને ક્યારેય પણ ફેંકવું જોઈએ નહીં અને ક્યારેય પણ ખાલી પણ રાખવું જોઈએ નહીં! પર્સમાં લાલ કપડામાં ચોખાના દાણા નાખીને થોડા દિવસો સુધી રાખી દીધા બાદ તેને નવા પર્સમાં રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી જૂના પર્સની સકારાત્મક ઉર્જા નવા પર્સમાં પ્રવેશ કરે છે અને ધન મળવાની શક્યતાઓ વધી શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ