બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / જૂની કારને ખરીદતા પહેલા આટલી વિગતો અચૂકથી ચેક કરી લેજો, નહીંતર પસ્તાશો!

ઓટો ટિપ્સ / જૂની કારને ખરીદતા પહેલા આટલી વિગતો અચૂકથી ચેક કરી લેજો, નહીંતર પસ્તાશો!

Jinal Chauhan

Last Updated: 05:04 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જુની કાર ખરીદતી વખતે બધી જરૂરી તપાસ કરો છો? નાનકડી ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જાણી લેજો નહીંતર મુશ્કેલીમાં મુકાશો.

ભારતમાં દર મહિને લાખો જુની કાર ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો ડોક્યુમેન્ટને ચેક કરવું સામાન્ય ફોર્માલિટી માને છે. ઘણીવાર જૂની કાર ખોટા હાથમાં જાય છે, જેના કારણે મૂળ માલિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને તેમની ભૂલ ન હોય તો પણ હેરાન થવું પડે છે. તેથી જો તમે જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સાવચેત રહો! કારનું RC, વીમો, PUCC, NOC અને માલિકી ટ્રાન્સફર સ્ટેટસ તપાસવાનું ભૂલશો નહીં. એક નાની ભૂલ પણ તમને ભવિષ્યમાં હેરાન કરી નાંખશે.

car-loan-3.width-800

દંડ થઈ શકે

આજકાલ જૂની કાર ખરીદવી અને વેચવી એ સામાન્ય બાબત છે. જોકે, આ પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ પગલું માલિકી ટ્રાન્સફર કરવાનું છે. જો ટાઇટલ ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જવાથી ભવિષ્યમાં દંડ અથવા કાયદાકીય હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.

જૂની કાર વેચ્યા કે ખરીદ્યા પછી, વેચનાર અને ખરીદનાર બંનેએ સાથે મળીને કારની માલિકી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ માટે RTOના નિયમો મુજબ નક્કી કરાયેલા ફોર્મ અને જરૂરી દસ્તાવેજો ભરીને સબમિટ કરવાના રહે છે.

જરૂરી ફોર્મ ભરો

માલિકી ટ્રાન્સફર માટે સૌથી પહેલા જરૂરી ફોર્મ ભરવું પડે છે. આ માટે ફોર્મ 29 અને ફોર્મ 30 ફરજિયાત છે. જો વાહન બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાનું હોય, તો પહેલાંના RTO દ્વારા આપેલું ફોર્મ 28 (NOC) પણ જોઈએ. જો કાર પર લોન હતી, તો લોન ભરાઈ ગઈ છે તે બતાવવા માટે ફોર્મ 35 અને બેંકનું NOC સબમિટ કરવું જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ મહત્વનું છે. વેચનારને વાહનનું મૂળ RC, માન્ય વીમો, અને PUCC (પ્રદૂષણ પ્રમાણપત્ર) આપવું પડે છે. ખરીદનારને પોતાની ઓળખ અને સરનામાનો પુરાવો જેમ કે આધાર કાર્ડ અથવા મતદાર ID આપવા પડશે. બંને પક્ષોએ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ફોર્મ અને દસ્તાવેજો RTOમાં સબમિટ કરવા જોઈએ. કેટલાક રાજ્યોમાં PAN કાર્ડ, ફોર્મ 60/61, અથવા ટ્રાફિક પોલીસ ક્લિયરન્સ રિપોર્ટ પણ જરૂરી હોય છે.

બધા દસ્તાવેજો અને ફોર્મ ખરીદનારની નવી RTO ઓફિસમાં સબમિટ કરવાના રહેશે. તમે આ પ્રોસેસ Parivahan.gov.in વેબસાઇટ પર ઓનલાઇન શરૂ કરી શકો છો પરંતુ સહી કરેલી હાર્ડ કોપી RTOમાં ઓફલાઇન સબમિટ કરવી ફરજિયાત છે.

કારના નવા માલિકે માલિકી ટ્રાન્સફર ફી, બાકી રહેલો રોડ ટેક્સ અને જો હોય તો જૂના ચલણના દંડ ભરવા જરૂરી છે. જો આ ચૂકવણી સમયસર ન થાય, તો RTO માલિકી ટ્રાન્સફર પ્રક્રિયા રોકી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પૈસા છાપવાનું મશીન છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, 5 વર્ષમાં બની જશો લાખોપતિ!

નવું RC મેળવો

બધા ડોક્યુમેન્ટ્સ ચેક થયા પછી, RTO નવા માલિકના નામે નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) આપે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં પુરી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RC transfer used car documents car ownership check
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ