વાહનોને લગતા અથવા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા કામો માટે RTOનાં ધક્કા ન ખાવા હોય તો પરિવાહન પોર્ટલનો ઉપયોગ કરવાથી ઘરે બેઠા કામો થઈ જશે.
Share
વાહનોને લગતા બધા જ કામો ઘરે બેઠા કરવા માટે પરિવાહન પોર્ટલનો ઉપયોગ કરો
અહીં ઘણી બધી વેહિકલ રિલેટેડ સર્વિસીઝ ઉપલબ્ધ છે
ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સર્વિસ પણ અહીં મળશે
ADVERTISEMENT
વાહનોને લગતા બધા જ કામો ઘરે બેઠા કરવા માટે પરિવાહન પોર્ટલનો ઉપયોગ કરો
વાહનો કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સનાં કોઈપણ કામ કરવા માટે RTO જવાનો મોટાભાગના લોકોને કંટાળો આવતો હોય છે. પરંતુ હવે આ કામો માટે RTOનાં ધક્કા નહીં ખાવા પડે કેમકે એક વેબ સાઇટ એવી છે, જેના પર ક્યાંય પણ ગયા વિના, માત્ર ઘેર બેઠા બધા જ કામો નિપટી જશે. તો આવો જાણીએ કઈ છે આ વેબસાઇટ.
ADVERTISEMENT
પરિવાહન પોર્ટલ
જે પોર્ટલ પર આપણા વાહન તથા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, તે પોર્ટલનું નામ છે પરિવાહન પોર્ટલ. આ પોર્ટલ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેનું જ છે.
ADVERTISEMENT
વેહિકલ રિલેટેડ સર્વિસીઝ
તમારા ફોન કે કમ્પ્યૂટરમાં કોઈપણ બ્રાઉઝરમાં ટાઈપ કરો parivahan.gov.in
ઓપન કરતાં તમને ઘણી બધી સર્વિસ જોવા મળશે.
ઉપર એક મેન્યૂ બટન હશે, તેના પર ક્લિક કરો.
હવે તેમાં વેહિકલ રિલેટેડ સર્વિસીઝ પર ક્લિક કરવાથી આપણે નાવા પોર્ટલ પર પહોંચી જશું.
અહીં આપણે રાજ્ય સિલેકટ કરવું પડશે.
હવે આપણે vahan.parivahan.gov.in પર પહોંચી જશું.
હવે અહીં RTO સિલેકટ કરવા માટે કહેવામાં આવશે.
RTO સિલેકટ કર્યા બાદ જોવા મળશે કે આપણે કેટલી વસ્તુઓ આ પોર્ટલ પર કરી શકશું.
આ વસ્તુઓ છે RCનું એડ્રેસ ચેન્જ કરવું, વાહન પર બોજો એડ કરવો, બોજો ચાલુ રાખવો છે કે વાહન હાઇપોથિકેશન પૂરું કરવું છે, ડુપ્લિકેટ RC જોઈએ છે, NOC જોઈએ છે કે પછી ટ્રાન્સફર ઓફ ઓનરશીપ.
હવે આપણે OK દબાવવું પડશે.
ત્યાર બાદ આ બધા ઓપ્શન આપણને ફરી જોવા મળશે, આમાંથી જે કંઇપણ સુવિધા તમારે જોઈતી હોય, તેના પર ક્લિક કરો.
ત્યાર બાદ તમારે અમુક ડિટેલ્સ વેરીફાય કરવી પડશે અને જે કંઇપણ સુવિધા તમારે જોઈતી હોય તેનાઆ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.