બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Use of Mustard oil in winter, from cold-cough to these diseases will get immediate relief

આરોગ્ય ટિપ્સ / શિયાળામાં સંજીવની બુટીની જેમ કામ કરે છે આ તેલ, શરદી-ઉધરસની સાથે શરીરનાં સોજાથી અપાવે છે રાહત

Pooja Khunti

Last Updated: 09:51 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mustard oil: રાઈનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. ખાસ શિયાળામાં રાઈના તેલનાં ઉપયોગથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. આ સમસ્યાઓમાં રાઈનું તેલ ખૂબ જ અસરકારક છે.

  • પોષક તત્વોથી ભરપૂર રાઈનું તેલ
  • શરદી અને ઉધરસમાં અસરકારક 
  • શરીરમાં થતાં દુ:ખાવામાં મદદરૂપ 

શિયાળાની ઋતુમાં શરદી, વાયરલ તાવ, સાંધાનો દુ:ખાવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. તેથી શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની હોય છે.  શિયાળાની ઋતુમાં શરદી, વાયરલ તાવ અને સાંધાનાં દુ:ખાવાથી બચવા માટે રાઈના તેલનો ઉપયોગ કરવો. આ સમસ્યાઓમાં રાઈનું તેલ ખૂબજ અસરકારક હોય છે. જાણો રાઈના તેલનાં ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે. 

પોષક તત્વોથી ભરપૂર રાઈનું તેલ 
રાઈનાં તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ,વિટામિન, મિનરલ્સ અને બહુઅસંતૃપ્ત ચરબી જેવાં પોષક તત્વ હોય છે.  જે આપણાં શરીરમાં થતાં સામાન્ય રોગ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. 

આ રોગમાં રાઈનું તેલ ખૂબજ અસરકારક છે. 

શરીરમાં થતાં દુ:ખાવામાં મદદરૂપ 
ઘણી વાર લોકોનું શરીર જકડાઈ જતું હોય છે. તો ક્યારેક સાંધાનો દુ:ખાવો વધી જાય છે.  દુ:ખાવાથી રાહત મેળવવાં માટે રાઈનાં તેલથી શરીરને માલિશ કરવું જોઈએ. હુંફાળા રાઈના તેલથી માલિશ કરવાનાં લીધે રક્ત સ્ત્રાવ સારો બને છે.  જેનાં લીધે તમારાં સાંધાનાં દુ:ખાવાની સમસ્યા દૂર થાય છે. 

શરદી અને ઉધર્સમાં અસરકારક 
શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય ગણવામાં આવે છે.  એ સમયે રાઈના તેલથી માલિશ કરવાથી,  છાતીમાં જામ થયેલ કફથી રાહત મળે છે.  નાક બંધ હોય તો ગરમ પાણીમાં રાઈનું તેલ ઉમેરી તેની વરાળ લેવાથી રાહત મળે છે. 

કોલેસ્ટ્રોલ ઓછું કરે 
ઘી અને તેલ જેવાં પ્રદાર્થ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. રાઈ તેલનાં સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે.  તેની અંદર રહેલાં ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. 

હ્રદય રોગથી બચાવે 
આજકાલ લોકો હ્રદય રોગની બીમારીઓનો શિકાર બની રહ્યાં છે.  તેથી તમારાં આહારમાં રાઈના તેલનો ઉપયોગ કરો. રાઈના તેલમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ, બહુઅસંતૃપ્ત ચરબી અને મોનોઅનસેચ્યુરેટેડ હ્રદય રોગનું જોખમ ઘટાડે છે.  

સોજો ઓછો કરે 
શિયાળાની ઋતુમાં ઘણી વાર આપણાં હાથ-પગમાં સોજો આવી જતો હોય છે.  જેનાં કારણે શરીરમાં પણ સોજો આવી જાય છે.  આ સ્થિતિમાં રાઈના તેલનાં ઉપયોગથી સોજાનું પ્રમાણ ઘટાળી શકાય છે. શરીરનાં જે ભાગ પર સોજો હોય તે જગ્યાએ માલિશ કરવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ