બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / USA troubled by India's ban on rice export, each person forced to carry 10 packets each

હાહાકાર / ચોખાની નિકાસ પર ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકતા USA પરેશાન, એક-એક વ્યક્તિ 10-10 પેકેટ લઇ જવા મજબૂર

Priyakant

Last Updated: 11:39 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ban On Export Of Rice News: અમેરિકામાં ચોખા ખરીદવા માટે સર્જાયેલી અરાજકતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

  • ભારત સરકારે ભૂતકાળમાં ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય
  • બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ
  •  પ્રતિબંધની મોટી અસર અમેરિકી બજારોમાં જોવા મળી 
  • સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા લોકોનો ધસારો જોવા મળ્યો 

ભારત સરકારે ભૂતકાળમાં ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. આ હેઠળ કેન્દ્રએ બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની મોટી અસર અમેરિકી બજારોમાં જોવા મળી રહી છે અને સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

ખાદ્ય મંત્રાલય દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બાસમતી ચોખા અને તમામ પ્રકારના ઉસના ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે. નોન-બાસમતી ચોખાના સ્થાનિક ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પછી અમેરિકામાં ચોખા ખરીદવા માટે સર્જાયેલી અરાજકતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા શોપિંગના વીડિયો અને તસવીરો જોઈને ભારત દ્વારા ચોખાની નિકાસ પરના પ્રતિબંધની અસરનો અંદાજ લગાવી શકાય છે. સ્થાનિક લોકો ત્યાંના સ્ટોરના વીડિયો ટ્વિટર પર શેર કરી રહ્યા છે. આ સાથે જોડાયેલા અહેવાલોમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લોકો રજાઓ લઈને ચોખા ખરીદવા માટે કતારમાં ઉભા છે. દરેક વ્યક્તિ સ્ટોરની અંદર ચોખાના 10-10 પેકેટ ખરીદતો જોવા મળે છે. અહીં 9 કિલો ચોખાનું પેકેટ $27 (રૂ. 2215)માં વેચાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુપર માર્કેટની બહાર લોકોને ચોખા ખરીદવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. નોંધપાત્ર રીતે ભારતીય મૂળના લોકો મોટા પાયે અમેરિકામાં રહે છે અને ચોખા તેમના રોજિંદા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

અમેરિકામાં ભારતમાંથી નિકાસ થતા ચોખાનો ભારે વપરાશ થાય છે અને ભારતના ચોખા પ્રતિબંધના નિર્ણયને કારણે ત્યાં આવી સ્થિતિ સર્જાઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોર્સ પર આ ભીડને જોતા, ઘણી જગ્યાએ ચોખા ઊંચા અને મનસ્વી ભાવે વેચવામાં આવી રહ્યા છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે, જે આ 5 દેશોમાં ભારતમાંથી સૌથી વધુ નિકાસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ